જીએસટીઆર-૪નું ફાઈલિંગ સરળ બન્યું : ખરીદીની વિગતો આપવી નહીં પડે

0
139

ન્યુ દિલ્હી,તા.૧૮
જીએસટી હેઠળ કોમ્પોઝિશન સ્કીમ અપનાવનાર વેપારીઓને ત્રિમાસિક રિટર્ન જીએસટીઆર-૪ દાખલ કરતી વખતે ખરીદીનું વિવરણ આપવાની જરૂર રહેશે નહીં. નાણાં મંત્રાલયે આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે જીએસટીમાં રૂ. ૧.૫૦ કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા વેપારીઓ કે જેમણે કોમ્પોઝિશન સ્કીમ સ્વીકારી છે તેમને ક્વાર્ટલી રિટર્ન ફાઇલ કરતી વખતે વેન્ડર્સ દ્વારા કરવામાં આવેલી ખરીદીની જાણકારી આપવાની જરૂર રહેશે નહીં.
નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર ક્વાર્ટલી રિટર્ન જીએસટીઆર-૪ દાખલ કરતી વખતે કોમ્પોઝિશન ડીલર્સ ખરીદીની વિગતોને લઇને અસમંજસમાં છે. નાના વેપારીઓ ઇન્વર્ડ સપ્લાય અને રજિસ્ટર્ડ સપ્લાયની સાથે કરવામાં આવેલી ખરીદીને લઇને પરેશાન છે. હવે તેમને જીએસટીઆર-૪ રિટર્નમાં સિરીલય નંબર ૪-એના ટેબલ-૪માં વિગતો આપવાની જરૂર રહેશે નહીં.
જીએસટીમાં લગભગ ૧૮ લાખ વેપારીઓએ કોમ્પોઝિશન સ્કીમમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે. કોમ્પોઝિશન સ્કીમ હેઠળ ટેક્સ રેટ ઘણા ઓછા છે. આ સ્કીમને સ્વીકારનાર વેપારીઓને માત્ર ફિક્સ્ડ ટેબલ રેટ મુજબ ટેક્સ ચૂકવવાનો હોય છે. આ ટેક્સ રેટ ૧થી ૫ ટકા વચ્ચે હોય છે.
આ સ્કીમ રૂ. ૨૦ લાખથી વધુ અને રૂ. ૧.૫૦ કરોડ સુધીના વાર્ષિક ટર્નઓવર ધરાવતા વેપારીઓ માટે જ હતી. આ સ્કીમ રિટેલર, હોલસેલર, વેપારી, રેસ્ટોરાંના માલિક બધાને લાગુ પડતી હતી. અર્નેસ્ટ એન્ડ યંગના ટેક્સ પાર્ટનર અભિષેક જૈને જણાવ્યું છે કે નાણાં મંત્રાલયની આ સ્પષ્ટતાથી ગેરસમજ દૂર કરવામાં મદદ મળશે. જીએસટી રિટર્ન ફોર્મમાં ખરીદીનું વેવરણ આપોઆપ અપલોડ નહીં થવાથી વેપારીઓ મૂંઝવણમાં હતા અને હવે સરકારની સ્પષ્ટતાથી તેમની આ ગેરસમજ દૂર થઇ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY