ન્યુ દિલ્હી,તા.૧૮
આગામી વર્ષે થનારા લોકસભા ચૂટંણીની તૈયારીમાં શોરજારમાં જાડાયેલી ભાજપ માટે એક રાહતભર્યા સમાચાર છે. વાસ્તવમાં કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલે દાવો કર્યો છે કે, તેમના એક સર્વેક્ષણના અનુસાર ૨૦૧૯માં લોકસભા ચૂંટણીમાં ભાજપ ૨૯૭-૩૦૩ સીટ જીતશે. આ સર્વેક્ષણ માટે દેશભરના ૫.૪ લાખથી વધારે લોકોની પ્રતિક્રિયા લેવામાં આવી હતી.
પિયૂષ ગોયલે આગળ કહ્યું કે, ૨૦૧૩માં પણ આ જ પ્રકારે સર્વે કરવામાં આવ્યો હતો અને ૨૦૧૪માં ભાજપ સરકારને પૂર્ણ બહુમત મળશે તેવુ અનુમાન લગાવવામાં આવ્યુ જે સાચ્ચુ સાબિત થયુ. ૨૦૧૯ માટે ઓગ્સ્ટ-સપ્ટેમ્બરમાં સર્વેક્ષણ કરવામાં આવ્યુ હતુ.
તમને જણાવી દઇએ કે, જ્યાં એક તરફ સત્તા ધરાવતી પાર્ટી ભાજપ પોતાની વાપસી માટે જારશોરથી પ્રચાર કરી રહી છે તો બીજી તરફ વિપક્ષ પણ ભાજપને ધેરવા માટે રણનીતિ બનાવી રહ્યું છે. આજ ક્રમમાં થોડા દિવસ પહેલા આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે, ”ભાજપ વિરોધી પાર્ટીને એક મંચ બોલાવીને ભવિષ્યની યોજના બનાવવા માટે ૨૨ નવેમ્બરના નવી દિલ્હીમાં બેઠક કરવા જઇ રહ્યા છીએ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




