જયપુર,તા.૧૮
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે રવિવારે ૧૮ ઉમેદવારની ત્રીજી તેમજ અંતિમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં સહયોગી પાર્ટીના ઉમેદવાર પણ સામેલ છે. કોંગ્રેસ દ્વારા આ યાદીમાં લોકતાંત્રિક દળ અને રાષ્ટ્રીય લોક દળના બે-બે ઉમેદવાર તેમજ એનસીપીના એક ઉમેદવારનું પણ નામ છે. સોમવારે રાજસ્થાન ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે.
શનિવારે કોંગ્રેસે ૩૨ ઉમેદવારોનું બીજું લિસ્ટ જાહેર કર્યું હતું. આ લિસ્ટમાં ભાજપના પૂર્વ દિગજ્જ નેતા જસવંત સિંહના પુત્ર માનવેન્દ્ર સિંહને જાલરાપાટણથી મુખ્યમંત્રી વસુંધરા રાજેની સામે મેદાનમાં ઉતારીને મોટો જુગાર રમ્યો છે. માનવેન્દ્ર સિંહ હાલમાં ભાજપ છોડીને કોંગ્રેસમાં સામેલ થયા હતા. આ બેઠક ઝાલાવાડ જિલ્લામાં આવે છે.
ગુરુવારે કોંગ્રેસે રાજસ્થાન વિધાનસભા માટે ૧૫૨ ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કર્યું હતું જેમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહેલોતને સરદારપુરા બેઠક તેમજ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સચિન પાયલટને ટોંક વિધાનસભા બેઠકની ટિકિટ આપી હતી.
રાજસ્થાનની ૨૦૦ વિધાનસભા બેઠકો માટે ૭ ડિસેમ્બરના ચૂંટણી યોજાશે. ૧૧ ડિસેમ્બરના મતગણતરી થશે. આ વખતે પણ કોંગ્રેસ એન ભાજપ વચ્ચે કાંટે કી ટક્કર જાવા મળશે. જા કે ચૂંટણી જંગમાં બીએસપી, એસપી સહિત અન્ય પક્ષોએ પણ ઝંપલાવ્યું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




