સંજય કુમાર મિશ્રાને ઈડીના ફૂલ-ટાઈમ ચીફ નિમવામાં આવ્યા

0
4

૧૯૮૪ ની આવકવેરા કેડરનાં ભારતીય મહેસુલ સેવા (આઇઆરએસ)નાં અધિકારી છે
ન્યુ દિલ્હી,તા.૧૮
આઇઆરએસ અધિકારી સંજય કુમાર મિશ્રાને શનિવારે રાત્રે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ના ફુલ-ટાઈમ ચીફ નિમવામાં આવ્યા હતા. આ માહિતી સરકારના એક આદેશમાં આપવામાં આવી હતી. મિશ્રા, ૧૯૮૪ નાં આવકવેરા કેડરનાં ભારતીય મહેસુલ સેવા (આઇઆરએસ)ના અધિકારી છે. જેમને ૨૭ ઓક્ટોબરે સેન્ટ્રલ ઇન્વેશ્ટિગેશન એજન્સીમાં ચીફ સ્પેશિયલ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતાં અને ત્રણ મહિના માટે વધારાના ઈડીના ડિરેક્ટરનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના કેબિનેટની નિમણૂંક સમિતિએ શનિવારે આદેશ આપ્યો હતો, જેમાં મિશ્રાને પદ ગ્રહણની તારીખથી લઈ બે વર્ષ સુધી અથવા આવતાં હુકમ સુધીનો કાર્યકાળ સોંપવામાં આવ્યો છે.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે ઇડીમાં નિમણૂંક પહેલાં દિલ્હીમાં આવકવેરા વિભાગમાં મુખ્ય કમિશનર તરીકે મિશ્રાને નિયુક્ત કરવામાં આવ્યા હતા. હવે તેઓ કેન્દ્ર સરકારમાં વધારાના સેક્રેટરી તરીકે સૂચિબદ્ધ છે અને તેમને ફુલ-ટાઇમ ઇડી ડિરેક્ટરનો હવાલો સોંપવામાં આવ્યો છે. ઇડી ડિરેક્ટરનું પદ કેન્દ્ર સરકારમાં વધારાના સચિવના પદ જેટલું હોય છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY