ચીનના ખોળામાં બેઠેલા માલદીવને ભારે ઝટકો આપ્યો : બ્રિજના ઉદ્ધાટનનો બહિષ્કાર કર્યો

0
12

મેલા,તા.૨
માલદીવ સાથેના છેલ્લાં કેટલાંય દિવસોથી સંબંધો વણસતા હવે ભારતે ત્યાં બનનાર એક બ્રીજના ઉદ્ઘાટનનો બહિષ્કાર કર્યો છે. જા કે વાત એમ છે કે આ બ્રીજ ચીનનો ફ્લેગશિપ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ છે. માલદીવની રાજધાની મેલાના એરપોર્ટ આઇલેન્ડ સાથે જાડાનાર આ પુલના લીધે ફરી એકવખત ભારત અને પાડોશી દેશોની વચ્ચે તણાવની Âસ્થતિ સામે આવી રહી છે. આ જ કારણ છે કે ભારતે સત્તાવાર રીતે સિનામાલે બ્રીજ નામવાળા આ પુલના ઉદ્ઘાટનથી ગુરૂવારના રોજ દૂર રહેવાનો નિર્ણય કર્યો.
માલદીવમાં ભારતના રાજદૂત અખિલેશ મિશ્રા ગુરૂવારના રોજ આ પુલના ઉદ્ઘાટનમાં પહોંચ્યા નહીં. માલદીવ સરકારની તરફથી સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું કે તેમણે સરકારની તરફથી બોલાવામાં આવ્યા હતા, પરંતુ કાર્યક્રમમાં સામેલ થયા નહોતા. જ્યારે ભારતની તરફથી તેના પર કોઇ ટિપ્પણી કરાઇ નથી. મિશ્રાએ આ સમારંભમાં તેનાથી અલગ રહેવાનો નિર્ણય કર્યો જેમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની હાજરીમાં ચીની ફાયરવર્કસની વચ્ચે પુલનું ઉદ્ઘાટન કર્યું.
આયોજનમાં માલદીવના રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીનના સુરક્ષા કર્મચારીઓ દ્વારા કથિત રીતે અન્ય દેશોના દૂતાવાસોની સાથે કથિત દુર્વ્યવહાર પણ કરાયો. માલદીવમાં વિપક્ષે આરોપ મૂકયો છે કે આયોજન સ્થળ પર માત્ર ચીની રાજદૂતની કારને આવવાની જ મંજૂરી આપી હતી. વિપક્ષના પ્રવકતા અહમદ મહલૂફ એ પોતાની Âટ્‌વટમાં લખ્યું કે શ્રીલંકા અને બાંગ્લાદેશના રાજદૂતોએ આ કાર્યક્રમનો બાયકાટ કર્યો કારણ કે તેમની કારોને યામીનના સુરક્ષાકર્મીઓએ રોકી હતી અને તેમને પગપાળા જવાનું કહ્યું હતું.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY