કોંગ્રેસની આક્રોશ રેલી : પોલીસકર્મીએ ૧ હજાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

0
8

ગાંધીનગર,તા.૨૦
વિધાનસભાના ચોમાસું સત્રના પહેલા દિવસે કોંગ્રેસે ગાંધીનગરમાં ખેડૂતોના હક્ક માટે એક આક્રોશ રેલીનું આયોજન કર્યું હતું. ખેડૂતોની આક્રોશ રેલી વિધાનસભાનો ઘેરાવો કરતા પોલીસ સાથે ચકમક ઝરી હતી. આ સંઘર્ષમાં કોંગ્રેસના કાર્યકરો અને ધારાસભ્યો પણ જાડાયા હતા. આ રેલીમાં અવ્યવસ્થા થતાં એક પોલીસકર્મીઓ ઉપર પથ્થરમારો થતા એક પોલીસકર્મી ઘાયલ થયો હતો. ત્યારે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.
આક્રોશ રેલીમાં થયેલા પથ્થરમારાની ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણ ચૌધરીએ આજે ગાંધીનગર સેક્ટર-૭ ખાતે પોલીસ ફરિયાદ નોધાવી છે. આ મામલે પોલીસે એક હજાર લોકોના ટોળા સામે જાહેરનામાના ભંગનો કેસ નોંધ્યો છે.
તમને જણાવી દઈએ કે, આ સંમેલનમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. સંમેલન બાદ કોંગ્રેસના કાર્યકરો રેલી સ્વરૂપે વિધાનસભાનો ઘેરાવ કરવા માટે નીકળ્યા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY