ભાજપની ધૃણાનો જવાબ આપતા સમયે સાવધાની રાખો : કોંગ્રેસની નેતાઓને સલાહ

0
9

થરુરના નિવેદન બાદ કોંગ્રેસ પ્રવક્તા સુરજેવાલે સંભાળીને બોલવાની સલાહ આપી
ન્યુ દિલ્હી,તા.૧૨
કોંગ્રેસે પોતાના નેતા શશી થરૂરના ‘હિંદુ પાકિસ્તાન’ વાળા નિવેદનને ફગાવ્યું છે અને કહ્યુ કે, ભારતનું લોકતંત્ર અને તેના મુલ્યો એટલા મજબૂત છે કે ભારત ક્્યારેય પાકિસ્તાન બનવાની સ્થિતીમાં નહી જઇ શકે. પાર્ટીએ તેમના નેતાઓને સલાહ આપી છે કે, ભાજપની ધૃણાનો જવાબ આપતા સમયે તેઓ સાવધાની રાખે.
કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદિપ સુરજેવાલે ટ્‌વીટ કરી આરોપ લગાવ્યો, મોદી સરકાર છેલ્લા ચાર વર્ષોમાં વિભાજન, કટ્ટરતા, ધૃણા, અસહિષ્ણુતા અને ધ્રુવીકરણનો માહોલ પેદા કર્યો છે. જ્યારે કોંગ્રેસે અનેકતા, વિવિધતા, અલગ-અલગ ધર્મો અને સમુદાયો વચ્ચે ભાઇચારા અને સદ્ભાવના સભ્યતાગત મુલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે.
તેમણે કહ્યુ કે, ભારતના મૂલ્યો અને મૂળ સિદ્ધાંત અમારી સભ્યતાગત ભૂમિકાની સ્પષ્ટ ગેરંટી આપે છે. કોંગ્રેસના દરેક નેતાઓએ ભાજપની ધૃણાને ફગાવવા માટે શબ્દ અને વાક્્યો બોલતી વખતે આ બાબતનો અહેસાસ હોવો જોઇએ કે આ ઐતિહાસિક જવાબદારી આપણાં ખંભા પર છે.
જ્યારે કેટલાંક કોંગ્રેસના નેતાઓએ થરૂરના નિવેદનનું સમર્થન કર્યું છે. કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યુ કે, થરૂર કંઇ પણ વિવાદિત નથી બોલ્યા, તે તેમનો અંગત દ્રષ્ટિકોણ છે. તો બીજી તરફ ભાજપે શશી થરૂરના નિવેદન પર કોંગ્રેસને નિશાને લીધી છે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY