પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર કમ રાજકારણી ઈમરાનખાનના ભારતમાં પણ પાંચ બાળકો છે

0
221

ઈમરાનની પૂર્વ પત્નીએ લખેલા પુસ્તકમાં સ્ફોટક આક્ષેપો
ઈસ્લામાબાદ,તા.૧૨
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર ઈમરાનખાનની તહેરિક એ ઈન્સાફ પાર્ટીએ આ વખતે પાકિસ્તાનની ચૂંટણીમાં પૂરજાશમાં ઝુકાવ્યુ છે.
જોકે ચૂંટણી પ્રચારની વચ્ચે ઈમરાનખાનની પૂર્વ પત્ની રેહમખાને લખેલા પુસ્તકમાં ઈમરાનખાન પર સ્ફોટક આક્ષેપો કર્યા છે. જેનાથી ઈમરાનની મુશ્કેલીઓ વધી શકે છે.
રેહમખાને પુસ્તકમાં કરેલા ખુલાસા પ્રમાણે ઈમરાનખાનના પોતાની જ પાર્ટીની મહિલા કાર્યકરો સાથે શારીરિક સબંધો છે. એટલુ જ નહી ઈમરાન લાંબા સમય સુધી એક પુરુષની સાથે લીવ ઈન રિલેશનશીપમાં રહ્યા હતા. તેઓ નિયમિત રીતે ડ્રગ્સ પણ લે છે. દુનિયાભરમાં તેમના ગેરકાયદેસર બાળકો છે અને તેમાંના પાંચ બાળકો ભારતમાં છે.
એક ચેનલ સાથેની વાતચીતમાં રેહમખાને ઈમરાન પર ઢગલાબંધ આરોપો લગાવ્યા હતા.તેણે કહ્યુ હતું કે ઈમરાનનો જે અસલી ચહેરો છે તેની જાણકારી પાકિસ્તાનના લોકોને મતદાન કરવા જાય તે પહેલા મળે તે બહુ જરુરી છે.
રેહમખાનનુ તો એવુ પણ કહેવુ છે કે ઈમરાનખાનથી તેના વિરોધીઓએ જ નહી પણ ભારતે પણ સર્તક રહેવાની જરુર છે. રાજકીય લાભ ખાટવા માટે ઈમરાન પાકિસ્તાનની સેના સાથે પણ સંપર્કમાં છે.
(જી.એન.એસ)

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY