ક્રિકેટ કોચ તારક સિન્હા સહિત છ લોકોને મળશે દ્રૌણાચાર્ય એવોર્ડ

0
12

ન્યુ દિલ્હી,તા.૧૭
તારક સિન્હા ક્રિકેટ દુનિયાના એવા કોચ છે, જેમને ઋષભ પંત, શિખરર ધવન, આશિષ નહેરા, મનોજ પ્રભાકર, આકાશ ચોપડા અને રમન લાંબા જેવા ક્રિકેટર દેશને આપ્યા છે. ગુરૂને મળનાર દ્રૌણાચાર્ય એવોર્ડ અત્યાર સુધી તેમને મળ્યો નહતો. જાકે, ક્રિકેટમાં તેમના યોગદાનને જાતા આ વખતે તારક સિન્હાના નામની ભલામણ દ્રૌણાચાર્ય એવોર્ડ માટે કરવામા આવી છે.
તારક સિન્હા સહિત છ લોકોને આ વખતે દ્રોણાચાર્ય એવોર્ડ માટે પસંદ કરવામા આવ્યા છે. તે ઉપરાંત ક્લેરેન્સ લોબો (હોકી), સીએ કટપ્પા (બોક્સિંગ), જીવન શર્મા (જૂડો), વિજય શર્મા (ભારોત્તોલન) અને શ્રીનિવાસ રાવ (ટેબલ ટેનિસ)ના નામની ભલામણ દ્રૌણાચાર્ય એવોર્ડ માટે કરવામા આવી છે. આ ભલામણ જસ્ટિસ(રિટાયર્ડ) મુકુલ મુદગિલની અધ્યક્ષતાવાળી સમિતિએ કરી છે.
ધ્યાનચંદ એવોર્ડ આ વખતે ભારત છેત્રી (હોકી), સત્યદેવ (તીરંદાજી), દાદૂ ચૌગલે (કુશ્તી), બોબી એલોયસિસ (એથલેટિક્સ)ને આપવામા આવશે. દ્રૌણાચાર્ય એવોર્ડ પાંચ અને ધ્યાનચંદ એવોર્ડ ત્રણ લોકોને મળશે. આ વખતે એક-એક વધારે નામની ભલામણ કરવામા આવી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY