ન્યુ દિલ્હી,તા.૧૭
લોકસભા ચૂંટણી ૨૦૧૯ના રાજકીય વિમર્શને ‘ચહેરા’ની જગ્યાએ મુદ્દા પર ધ્યાન કેન્દ્રીત કરવાની કવાયતમાં લાગેલી કોંગ્રેસ યુપીએ-૧માં રાજકીય ગેમચેન્જર બનેલી સ્કીમોની તર્જ પર અમુક નવા ચૂંટણી વાયદાના સ્વરૂપ પર મંથન કરી રહી છે. પાર્ટી ખેડૂતોને સાધવા માટે યુપીએ-૧ની ખેડૂત કરજ માફી જેવા નિર્ણયને ચૂંટણી વાયદામાં સામેલ કરી મોટો દાવ રમવાની તૈયારીમાં લાગી ગઈ છે. ખેડૂતોની સાથે શિક્ષા, સ્વાસ્થ્ય અને રોજગારના મોરચા પણ ચૂંટણી વાયદાઓમાં સામેલ કરવામાં આવશે.
કોંગ્રેસની ચૂંટણી ઘોષણાપત્ર સમિતિએ જનતાને રોજ ખુંચનારા આવા મહ્ત્વ ના મુદ્દાની ઓળખ કરી તેના ઉપર શરૂઆતી ચર્ચા શરૂ કરી દીધી છે. જા કે ખેડૂતોની કરજમાફી જેવા મોટા વાયદાને બ્લ્યુપ્રિન્ટમાં સામેલ કરતાં પહેલાં પક્ષ દેશભરના ખેડૂત પ્રતિનિધિઓ અને સંગઠનો સાથે સીધો ખેડૂતોનો ફિડબેક પણ લેશે. કરજ માફી ઉપરાંત દીર્ઘકાલિન રીતે કૃષિ ક્ષેત્ર અને ખેડૂતોને મજબૂત બનાવવાના સચોટ વાયદા પણ આ બ્લ્યુ પ્રિન્ટનો હિસ્સો હશે. કોંગ્રેસ ચૂંટણી ઘોષણાપત્ર સમિતિની મળેલી બીજી બેઠકમાં આ અંગે મંત્રણા થઈ હતી. પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમ પાર્ટીના ઘોષણાપત્ર સમિતિની આગેવાની કરી રહ્યા છે.
પાર્ટીનું પોતાનું આકલન છે કે એનડીએ સરકારમાં ખેડૂતોને રાહત મળી નથી. આવામાં ખેડૂતવર્ગનો સાથ મળી જાય તો રાજકીય બાજી પલટવી મુશ્કેલ નહી રહે. ૨૦૦૪માં શાઈનિંગ ઇન્ડિયા ની ચારે બાજુ ગુંજ છતાં ચૂંટણીમાં વાજપેયી સરકારને મળેલા પરાજયનું ઉદાહરણ કોંગ્રેસની આ આશાનો આધાર છે.
આવનારી લોકસભા ચૂંટણીમાં ખેડૂતોને મોટા દાવની આકર્ષવાની કોંગ્રેસની તૈયારીઓનો સંકેત રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ખેડૂત કરજમાફીના ચૂંટણી વાયદાનો મુખ્ય આધાર બનવાથી પણ મળે છે. કરજ માફીના વાયદાએ પંજાબમાં કોંગ્રેસની જીતમાં મોટી ભૂમિકા ભજવી હતી. ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસ હારી જરૂર હતી પરંતુ ખેડૂતોને સાધવામાં તેનો દાવ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં સફળ રહ્યો હતો જેના કારણે ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર રહી હતી. કણાર્ટકમાં જેડીએસ સાથે સરકાર બનાવ્યા બાદ ૩૬ હજા કરોડ રૂપિયાનું ખેડૂતોનું દેવું માફ કરવાની જાહેરાતનો શ્રેય લેવાથી પણ કોંગ્રેસ પાછળ નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


