ચેન્નાઈ,તા.૧૩
બિટકોઈન અને ક્રિપ્ટો કરન્સી પર RBIએ સ્પષ્ટતા કરી છે. RBIએ સ્પષ્ટતા કરતા કહ્યુ કે, બિટકોઈનની જેમ ક્રિપ્ટો કરન્સીને પણ કાયદાકીય માન્યતા નથી.
આરબીઆઈએ કહ્યુ કે, આની કાયદાકિય માન્ય પેમેન્ટ સિસ્ટમમાં કોઇ માન્યતા નથી. RBIએ કહ્યુ કે, તેઓ પહેલા આના રિસ્કને લઇને બેન્ક અને જનતાને ચેતવણી કરી ચૂક્યા છે. કમિટી આના બીજા પાસા પર પણ ધ્યાન આપી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ક્રિપ્ટો કરન્સી મામલે RBIએ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ દાખલ કર્યું હતું. ત્યારે આ સોગંદનામા પર RBIએ સ્પષ્ટતા કરી છે.
બિટકોઇને એક વર્ચ્યુઅલ કરન્સી છે. આને એક ઓનલાઇન એક્સચેન્જના માધ્યમથી કોઇ પણ ખરીદી શકે છે. આની ખરીદી અને વેચાણથી ફાયદો લેવા સિવાય ચૂકવણી માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. જો કે, ભારતમાં એક બિટકોઇનની કિંમત અંદાજિત ૬૫ હજાર રૂપિયા છે. આરબીઆઇએ આના પર પ્રતિબંધ લગાવ્યો છે. સેન્ટ્રલ બેંકના નિર્ણય હેઠળ બેન્ક અથવા ઇ-વોલેટ દ્વારા બિટકોઇનને નહીં ખરીદી શકાય.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


