દાહોદ લોકસભા બેઠક પર જશવંત સિંહ ભાભોરે ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી
દાહોદ,તા.૨૯
લોકસભાની ચૂંટણીનું રણશિંગુ ફુંકાઇ ચૂક્યું છે. કોંગ્રેસ અને ભાજપા પાર્ટીના ઉમેદવારો પોતાના ફોર્મ ભરી રહ્યા છે. ત્યાં જ કેટલાક કાર્યકર્તાઓમાં પક્ષપલ્ટાની હોડ જામી છે. દાહોદ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા વર્તમાન સાંસદ જશવંત સિંહ ભાભોર ને રીપીટ કરાતા તેઓ એ પોતાનુ ઉમેદવારી ફોર્મ ભરી કલેકટર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવી હતી.ત્યારે શુક્રવારે દાહોદમાં ભાજપ વિજય સંકલ્પ સમેલન યોજાયુ હતું જેમા કોંગ્રેસનાં ૫૦૦થી વધુ કાર્યકર્તાઓ ભાજપમા જાડાયા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા દાહોદના ચોસલા ક્રોસિંગ પર વિજય સંકલ્પ સંમેલન યોજાયુ જેમા મોટી સંખ્યામા કાર્યકર્તાઓ જાડાયા હતાં.
લોકસભાની ચુંટણીની જાહેરાત થતા જ બધા જ પક્ષો પોતાના કાર્યક્રતાઓને રિઝવવાના પ્રયાશો થતા હોય છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા શુક્રવ્રે દાહોદમા વિજય સંકલ્પ સંમેલન દાહોદના ચોસાલા ક્રોસીંગ નજીક યોજયુ હતુ, જેમા વર્તમાન સાંસદ અને ભાજપના દાહોદ લોકસભા બેઠકના ઉમેદવાર જશવંત સિંહ ભાભોર, ગુજરાત રાજયના મંત્રી બચૂભાઇ ખાબડ, ફતેપુરાના ધારાસભ્ય રમેશ કટારા, મહીસાગર ભાજપ જિલ્લા પ્રમુખ જે.પી.પટેલ, ધારાસભ્ય કુબેરભાઇ ડિંડોર સહિત ભાજપના મોટી સંખ્યામા કાર્યકર્તાઓ ઉપસ્થીત રહ્યા હતા.
વર્તમાન સાંસદ જશવંત સિંહ ભાભોરે પોતાના પ્રવચન દરમ્યાન કોંગ્રેસ પર આકરા પ્રહારો પણ કર્યા હતા. તેમજ આ વિજય સન્મેલનમા દાહોદ જિલ્લાના કોંગ્રેસના ૫૦૦ કરતા પણ વધુ કાર્યકર્તાઓ ભાજપમા જાડાયા હતા. જેમા સાંસદ જસવંત સિંહ ભાભોર અને બચુ ભાઇ ખાબડે ખેશ પહેરાવીને તમામ કાર્યકર્તાઓને આવકાર અપ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


