વડોદરાથી રંજનબેન ભટ્ટે ઉમેદવારી ફોર્મ ભર્યુ
વડોદરા,તા.૨૯
લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાતમાં ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થઇ ચૂકી છે. શુક્રવારે ભાજપમાં વડોદરાથી રંજનબેન ભટ્ટ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું. શુક્રવારે રંજનબેને વડોદરામાં મહાદેવના દર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
વડોદરાથી રંજનબેન ભટ્ટ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યુ ત્યારે સીએમ રૂપાણી સહિત ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. રંજનબેને ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા ભવ્ય રોડ-શો કર્યા હતો, ત્યારબાદ કલેક્ટર કચેરીઓ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભરતી વખતે રંજનબેને એક ટેકેદાર તરીકે એક ચોકીદાર હાજર રહ્યો હતો.
વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે ટ્વિટ કરતા લખ્યું હતું કે, ચોકીદાર મારો સમર્થક રહેશે. શુક્રવારે હું વડોદરા લોકસભાના ઉમેદવાર તરીકે મારું ઉમેદવારી પત્ર ભરવા માટે જઈ રહી છું, મૈં ભી ચોકીદાર મુહિમને સાર્થક કરવા માટે ચોકીદાર જયેશ પટેલ મારા સર્મથક બનશે. નરેન્દ્ર મોદીએ એક ચા વાળાને પોતાનો સમર્થક બનાવ્યો હતો.
વડોદરાના રાવપુરા વિસ્તારમાં અમદાવાદી પોળ ખાતે જાહેરસભા સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યું હતુ કે, આ વખતે પણ મોદી સરકાર આવવાની છે. પરંતુ, જા ભૂલથી કોંગ્રસ સત્તામાં આવશે તો, પાકિસ્તાનમાં ઉત્સવ મનાવાશે. કોંગ્રેસને પચાસ વર્ષથી ગરીબો યાદ આવ્યા નથી. હવે રાહુલ બાબા દેશના ગરીબોને ઠાલા વચનો આપીને મત મેળવવા નીકળ્યા છે. જ્યારે મોદી સરકારે વિવિધ યોજનાઓ હેઠળ દેશના ગરીબોનું હિત સાચવવાની શરૂઆત કરી દીધી છે. ભૂતકાળમાં જવાહરલાલ નહેરું, ઇન્દીરા ગાંધી, રાજીવ ગાંધીએ ચૂંટણીઓ સમયે જે વચનો આપ્યા હતા. તે વચનો ક્યારેય પૂરા કર્યા નથી.
વધુમાં તેમણે કહ્યું હતુ કે, પુલવામાં થયેલા આતંકવાદી હુમલાનો વડાપ્રધાને તો આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો છે. અને દેશની પ્રજાને આપેલું વચન પૂરું કર્યું છે. જ્યારે તાજમાં હુમલો થયો ત્યારે તે વખતની સરકાર વિચારો કરતી હતી. આજે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પુલવામાં થયેલા હુમલાના પુરાવા માંગી રહ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




