વલસાડ બેઠક પર જીતુ ચૌધરીનું નામ જાહેર કરતા આદિવાસી સમાજનો વિરોધ

0
8

વલસાડ,તા.૨૯
વલસાડ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ દ્વારા કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીનું નામ જાહેર થતાં જ આદિવાસી સમાજમાં લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. અને આદિવાસી સમાજના નેતા તરીકે અનંત પટેલને ટીકીટ આપવાની માંગ કરવામાં આવી છે.
વલસાડ બેઠક પર કોંગ્રેસ દ્વારા કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીનું નામ જાહેર થતાં જ આદિવાસી સમાજ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલના સમર્થનમાં આવ્યું છે. અને જીતુ ચૌધરીનો વિરોધ કરી રહ્યું છે. તો આદિવાસી સમાજ માટે અનંત પટેલે અનેક આંદોલન કર્યા છે અને જ્યારે પણ આદિવાસી સમાજની વાત આવી છે ત્યારે સમાજ માટે તે હંમેશા લડતા રહ્યા છે.
આ સાથે જ આદિવાસી સમાજે એવું નક્કી કર્યું છે કે અનંત પટેલ જા અપક્ષ ઉમેદવારી નોંધાવે તો સમાજ તેને સાથ આપશે અને તેને જીતાડીને લાવશે. પણ જા અનંત પટેલ અપક્ષ ઉમેદવારી ન નોંધાવે તો આદિવાસી સમાજ વલસાડ અને બારડોલી બેઠક ઉપર પોતાનો અપક્ષ ઉમેદવાર ઉભો રાખશે.
જાકે આદિવાસી સમાજ દ્વારા આજે શનિવારના રોજ વાંસદાના ઝરી ગામે એક મિટિંગનું આયોજન કર્યું છે. અને જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપÂસ્થત રહી આગળની રણનીતિ નક્કી કરશે અને જા સમાજ તરફથી અપક્ષ ઉમેદવારી કરવાની આવે તો કોણ ઉમેદવાર રહેશે તે પણ આ મિટિંગમાં નક્કી કરવામાં આવશે તેવું હાલ આદિવાસી સમાજના અગ્રણીઓ જણાવી રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY