કોંગી ઉમેદવારે ચૂંટણી ખર્ચનો હિસાબ ન આપતા નોટીસ ફટકારાઈ

0
41

દાહોદ,તા.૧૩
હાલ ચૂંટણીપંચના નજરમાં દાહોદના કોંગ્રેસી ઉમેદવાર બાબુ કટારા આવી ગયા છે. ચૂંટણી પંચે બાબુ કટારાને નિયમનુસાર ખર્ચનો હિસાબ ન આપતા નોટિસ ફટકાર છે. ચૂંટણી પંચે બાબુ કટારા ઉપરાંત નેશનલ જનતાદળના ઉમેદવાર જગદીશ મેડાને પણ નોટિસ ફટકારી છે. આ સિવાય નેશનલ જનતાદળના જગદીશ મેડાને પણ નોટિસ આપવામાં આવી છે.
ચૂંટણી પંચના નિયમ મુજબ દરેક ઉમેદવારે દરરોજ કરેલા ખર્ચનો હિસાબ રજૂ કરવો પડતો હોય છે, ત્યારે દાહોદના બાબુ કટારાએ રોજબરોજનો હિસાબ રજૂ ન કરતા ચૂંટણી પંચે નોટિસ ફટકારી છે. ચૂંટણી પંચે નોટિસ ફટકારી બાબુ કટારાને સ્પષ્ટતા કરવા જણાવ્યું છે.
બીજી બાજુ, લોકસભા ચૂંટણી નજીક છે. ત્યારે ગાંધીનગર બેઠકના ૨ ઉમેદવારોને નોટિસ આપવામાં આવશે. એવું કહેવાઇ રહ્યું છે કે, ખર્ચનો હિસાબ રજૂ ન કરતા અપક્ષના બે ઉમેદવારોને નોટિસ આપવામાં આવશે. મહત્વનું છે કે ગાંધીનગર બેઠક પર કુલ ૧૭ ઉમેદવાર પૈકી ૧૫ ઉમેદવારોએ ખર્ચનો હિસાબ રજૂ કર્યો છે. જ્યારે અપક્ષના બે ઉમેદવારોએ હજુ સુધી ખર્ચનો હિસાબ રજૂ ન કરતા નોટિસ આપવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY