વારાણસી,તા.૧૩
દેશની સૌથી ચર્ચિત યુપીની વારાણસી લોકસભા સીટ પરથી ભલે પીએમ નરેન્દ્ર મોદીનું જીતવું લગભગ નક્કી છે, પરંતુ અહીંનો ચૂંટણી માહોલ ચોક્કસ દિલચસ્પ છે. તેનું કારણ એ છે કે આ સીટ પર કોઇ પીએમ મોદીના વિરોધમાં ઉતર્યું છે તો કોઇ સરકારની નીતિઓની વિરૂદ્ધ સંદેશ આપી રહ્યાં છે. અહીં પીએમ મોદીની મુકાબલામાં પૂર્વ જવાન, ૧૧૧ ખેડૂત અને એક પૂર્વ જજ પણ મેદાનમાં છે. ૨૦૧૪ના વર્ષની ચૂંટણીમાં પીએમ નરેન્દ્ર મોદી અહીંથી ચૂંટણી જીત્યા હતા. ત્યારે આ સીટ પર અરવિંદ કેજરીવાલ ચૂંટણી લડ્યા હતા ત્યારે ખાસી ચર્ચા હતી, પરંતુ હવે કેટલાંક અનોખા ઉમેદવારોએ અહીં રોચકતા વધારી દીધી છે. પીએમ મોદીને ટક્કર આપવા માટે તામિલનાડુના ખેડૂતોથી લઇ નોકરીમાંથી કાઢી મૂકનાર બીએસએફ કોન્સ્ટેબલ સુધી છે.
કોલકત્તા હાઇકોર્ટના રિટાયર્ડ જજ ચિન્નાસ્વામી સ્વામીનાથન કર્ણન પણ આ ફેહરિસ્તમાં સામેલ છે. કર્ણન પહેલાં એવા જજ છે, જેને સુપ્રીમ કોર્ટે અવમાનના દોષિત ગણાવ્યા. તેમણે ૨૦૧૭માં ૬ મહિના માટે જેલ પણ જવું પડ્યું હતું. હવે તેઓ ભ્રષ્ટાચારની વિરૂદ્ધ લડાઇ લડવા માંગે છે. તેમણે ૨૦૧૮માં એન્ટી-કરપ્શન ડાયનેમેકિ પાર્ટી બનાવી હતી. ૬૩ વર્ષના પૂર્વ જજે સેન્ટ્રલ ચેન્નાઇથી ઉમેદવારી પત્ર ભર્યું છે અને વારાણસી તેમની બીજી સીટ છે.
ગયા વર્ષે એક બીજા નામની ચર્ચામાં રહ્યા હતા. બીએસએફ કોન્સ્ટેબલ તેજ બહાદુર યાદવનું. યાદવે જવાનોને આપવામાં આવતા ખરાબ ક્વોલિટીના જમવાની આલોચના કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધી હતી જે ખૂબ જ વાયરલ થઇ હતી. જો કે કોર્ટ ઓફ ઇન્કવાયરી બાદ તેમના આરોપોને ખોટા ગણાવ્યા હતા અને યાદવને નોકરીમાંથી કાઢી મૂકયા હતા. તેઓ વારાણસીથી નિર્દલીય ચૂંટણી લડશે. તેઓ કહે છે કે તેમને વારાણસી સીટ એટલા માટે પસંદ કરી કારણ કે આ એક હાઇ પ્રોફાઇલ સીટ છે અને ભલે તેઓ હારી જાય. ત્યાં જવાનોના મુદ્દા પર રોશની નાંખવા માંગે છે અને લોકોની વચ્ચે સંદેશ પહોંચાડવા માંગે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




