દાહોદ,તા.૨૬
દાહોદમાં રવિવારે દારૂ પીવા માટે પૈસા ન આપનાર પત્નીને મોતને ઘાટ ઉતાર્યાની ઘટના બની હતી. તો દાહોદના દેવગઢ બારીયામાં ફરી ખૂની ખેલ ખેલાયો છે. પુત્રએ તલવારના ઘા મારી કરી હત્યા કરી હતી. પોલીસને આ અંગે જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને પિતાના મૃતદેહને દેવગઢ બારિયા સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. પોલીસે પુત્ર સામે હત્યાનો ગુનો નોંધીને પુત્રને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
મળતી માહિતી પ્રમાણે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ચેનપુર ખાતે પુત્ર અને પિતા પરિવાર સાથે રહે છે. સોમવારે પુત્રએ અગમ્ય કારણોસર પોતાના ૬૫ વર્ષીય પિતાની તલવારના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. પિતાની હત્યા કર્યાબાદ પુત્ર ઘટના સ્થળેથી ફરાર થયો હતો. આ અંગે પરિવારે પોલીસને જાણ કરી હતી. જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને પિતાના મૃતદેહને દેવગઢ બારિયા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ પુત્ર દ્વારા પિતાની હત્યાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી. પોલીસે પુત્ર વિરુદ્ધ ગુનો નોંધી પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


