હિંમતનગર,તા.૨૬
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે ત્યારે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. અરવલ્લીના ભિલોડામાં સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધી પોણા બે ઇંચ અને ધનસુરામાં એક ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે મોડાસા અને મેઘરજમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. સોમવારે સવારથી બંને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. અરવલ્લીના માલપુરના ઉભરાણ પંથકમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો. વરસાદને પગલે માલપુરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
શામળાજી અને ભિલોડામાં વહેલી વરસાદ શરૂ થયો હતો. વરસાદને પગલે શામળાજી મંદિરે દર્શન કરવા આવતા દર્શનાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડયો હતો.
અરવલ્લી ઃ
ભિલોડા ૪૩ મીમી
ધનસુરા ૨૫ મીમી
મોડાસા ૧૫ મીમી
મેઘરજ ૧૪ મીમી
સાબરકાંઠા ઃ
વિજયનગર ૩૦ મીમી
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



