મુંબઈ,તા.૧૯
દીપિકા પાદુકોણ, અનન્યા પાંડે તથા સિદ્ધાંત ચતુર્વેદી ડિરેક્ટર શકુન બત્રાની આગામી ફિલ્મમાં જોવા મળશે. કરન જોહરે ટ્વિટર પર આ ફિલ્મની જાહેરાત કરી છે. આ ફિલ્મ રિલેશનશિપ ડ્રામા પર આધારિત છે. આ ફિલ્મ વર્ષ ૨૦૨૧માં ૧૨ ફેબ્રુઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મનું નામ હજી નક્કી કરવામાં આવ્યું નથી.
કરને ટ્વીટ કરી હતી, જીવન અને પ્રેમનો બીજો ડોઝ લઈને તે પરત ફર્યો છે. દીપિકા પાદુકોણ, સિદ્ધાંત ચતુર્વેદી, અનન્યા પાંડે ડિરેક્ટર શકુન બત્રાની રિલેશનશિપ ડ્રામા ફિલ્મમાં જોવા મળશે. વર્ષ ૨૦૨૧માં ૧૨ ફેબ્રુઆરીએ ફિલ્મ રિલીઝ થશે. ઉલ્લેખનીય છે કે શકુન બત્રાએ છેલ્લે વર્ષ ૨૦૧૬માં ‘કપૂર એન્ડ સન્સ’ ફિલ્મ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, સિદ્ધાર્થ મલ્હોત્રા તથા ફવાદ ખાન હતાં. રીષિ કપૂરે ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
સિદ્ધાંત ‘ગલી બોય’માં રણવીર સિંહ સાથે જોવા મળ્યો હતો. હવે, તે યશરાજ બેનરની ફિલ્મ ‘બંટી ઔર બબલી ૨’માં શરવરી વાઘ સાથે જોવા મળશે. શરવરી આ ફિલ્મથી બોલિવૂડ ડેબ્યૂ કરી રહી છે. ફિલ્મને વરુણ શર્મા ડિરેક્ટ કરશે. અનન્યા પાંડે હાલમાં જ કાર્તિક આર્યન તથા ભૂમિ પેડનેકર સાથે ‘પતિ પત્ની ઔર વો’માં જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


