દલિત સમુદાયમાં ભારે નારાજગી

0
22

દલિત સમુદાયના લોકોમાં હાલમાં જુદા જુદા કારણોસર નારાજગી પ્રવર્તી રહી છે. આ નારાજગી દુર કરવાના પ્રયાસ ગંભીરતા સાથે અને મજબુત રાજકીય ઇચ્છાશÂક્ત સાથે કરવામાં આવે તે જરૂરી છે. જાતિ હિંસાના બનાવો હાલમાં વધી રહ્યા છે. મોદીને માત્ર સાંસદોની જ નહીં બલ્કે તમામ દલિત અને પછાત વર્ગની મનની વાત સાંભળવી જાઇએ. સાથે સાથે તેમની તકલીફને દુર કરવા માટેના પ્રયાસો કરવા જાઇએ. વડાપ્રધાન માત્ર ભાજપના દલિત સાંસદોને મળીને તેમની વાત સાંભળે તે યોગ્ય નથી. તમામ રાજકીય પક્ષોના દલિત સાંસદો સાથે મોદીએ વાતચીત કરવી જાઇએ. આ વાતચીત મોદીએ એક ભાજપના નેતા તરીકે નહીં બલ્કે દેશના વડાપ્રધાન તરીકે કરવી જાઇએ. સામાજિક સમરસતાના ભાવને મજબુત કરવાની હાલમાં તાકીદની જરૂરીયાત અનુભવાઇ રહી છે. મોદીએ તમામ દલિત સાંસદો સાથે વાતચીત કરવી જાઇએ. સાથે સાથે વાતચીત દરમિયાન જા કોઇ વાત જનહિતમાં નિકળીને બહાર આવે છે તો તે વાત તરત જ સ્વીકારી પણ લેવી જાઇએ. છેલ્લા કેટલાક સમયથી દલિત સમુદાય સાથે સંબંધિત હિંસાના બનાવો વધ્યા છે. જે ચિંતાજનક બાબત છે. રાજકીય પક્ષો આવી ઘટનાને શાંત કરવાના બદલે તેમાં ઘી નાંખવા માટેનુ કામ કરે છે. રાજકીય પક્ષો આવી ઘટના બને છે ત્યારે રાજકીય લાભ ઉઠાવવા માટેના તમામ પ્રયાસો કરે છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન પ્રચાર વેળા ઝેરી સ્થતી રહી હતી. આના કારણે દેશના જુદા જુદા સમુદાય વચ્ચે ખેંચતાણની ભાવના વધી જાય છે. નરેન્દ્ર મોદી એક ભાજપના નેતા તરીકે નહીં બલ્કે દેશના વડાપ્રધાન તરીકે મળીને તમામ દલિત સાંસદોની વાત સાંભળે અને કોઇ રસ્તો શોધી કાઢે તે જરૂરી છે. સમાજને વિભાજિત કરવાની પ્રક્રિયા હમેંશા ચાલતી રહે છે જે એક કમનસીબ બાબત ભારતની રહી છે. કેટલાક ચોક્કસ લોકો આ પ્રકારની રણનિતીમાં લાગેલા છે. આ વોટબેંકની રાજનીતિ ખુબ નુકસાન કરી રહી છે. સમાજને વિભાજિત કરવામાં જાતિગત ઘૃણા એક મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. આના તમામ પાસાને ધ્યાનમાં લઇને જ એસસી-એસટી એક્ટ લાગુ કરવામાં આવે તે જરૂરી છે. ૨૦મી માર્ચના ચુકાદામાં ટોપની અદાલતે આ બાબતને ધ્યાનમાં લીધી ન હતી અને આ બાબતની ગંભીરતાને સમજી ન હતી. અમારા તંત્રની આ નિરાશાજનક બાબત રહી છે કે પહેલા તો પક્ષપાતપૂર્ણ પુર્વાગ્રહોના કારણે અપરાધી સરળતાથી છુટી જાય છે. સાથે સાથે આ જ મામલાને આધાર તરીકે ગણીને એક્ટની જાગવાઇને હળવી કરવામાં આવે છે. આતંકવાદી સંબંધિત અપરાધોમાં પણ દોષિત જાહેર કરવાની બાબત ઓછી જાવા મળે છે. જા કે શુ અમે એવી જાગવાઇઓને પણ નબળી કરવા જઇ રહ્યા છીએ જેના કારણે અપરાધીઓને ફાયદો થશે. દલિતોની સામે દેશના જુદા જુદા ભાગોમાં થતા અત્ચાચારને પ્રાથમિકતાની યાદીમાં મુકીને તેમને દુર કરવાના તમામ પ્રયાસો થવા જાઇએ. કરતારસિંહના મામલે સુપ્રીમ કોર્ટે આ નિયમની બંધારણીયતા જાળવી રાખવાની બાબતને ધ્યાનમાં લીધી હતી. ન્યાયપાલિકા કોઇ પણ પ્રકારના કાયદા બનાવતી નથી. કાયદા સરકાર અને સંસદમાં બનાવવામાં આવે છે પરંતુ કોર્ટ તેની ગંભીર નોંધ લેતી રહે છે. કોર્ટ દ્વારા કાયદા બનાવવામાં આવતા નથી પરંતુ તેની પરિભાષા ચોક્કસપણે કરે છે. આ મામલે કોર્ટે લક્ષ્મણ રેખા પાર કરવાના પ્રયાસ કર્યા છે. દલિતો પર અત્યાચારની ઘટના દેશના જુદા જુદા ભાગોમાં થતી રહે છે. દેશના દલિતો પર અત્યાચારના મુદ્દે દેશના જુદા જુદા ભાગોમાં દેખાવો અને હિંસક પ્રદર્શન પણ થતા રહે છે. આના કારણે કેટલાક ભાગોમાં હિંસા પણ ફેલાઇ જાય છે. સૌથી સમજી લેવાની બાબત એ છે કે દલિતો પર અત્યાચાર કરનારને કોઇ પણ કિંમતે સંરક્ષણ ન મળે તે સૌથી ઉપયોગી બાબત છે. દલિતો પર અત્યાચારની ઘટના તમામ પગલા છતાં બની રહી છે. સુપ્રીમ કોર્ટે હાલમાં એસસી અને એસટી એક્ટમાં રહેલી જાગવાઇમાં સુધાર કર્યા બાદ દલિત સમુદાયમાં નારાજગી જાવા મળી હતી. ભારત બંધની હાકલ કરવામાં આવી હતી. જે દરમિયાન હિંસા ભડકી ઉઠી હતી. જેમાં ૧૩થી વધારે લોકોના મોત થયા હતા. ભાજપના જ નબી બલ્કે જુદી જુદી રાજકીય પાર્ટીઓના દલિત સાંસદોએ સ્પષ્ટ રજૂઆત તેમની કરવી જાઇએ જેથી સમાધાન આવી શકે છે. રાજનીતિ કરવાની બાબત ઘાતક સાબિત થઇ શકે છે. જેથી તમામ સમુદાયમાં રોષને દુર કરવાની જરૂર છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY