મોબાઇલમાં જાતે જ સેવ થઇ રહ્યો છે આધારનો આ નબંર, UIDAI એ હાથ ઉંચા કર્યા

0
64

ન્યુ દિલ્હી,તા.૩
આધાર નંબરની સુરક્ષાને લઇને ચાલી રહેલી ચર્ચા વચ્ચે આધાર ઓથોરિટીની સામે વધુ એક મામલો સામે આવ્યો છે. જોકે કેટલાક લોકોના મોબાઇલમાં તેમના યુઆઇડીએઆઇના નામથી નંબર સેવ થઇ રહ્યો છે.
ટ્વીટર પર કેટલાક લોકો આ ફરિયાદ કરી છે. લોકોનું કહેવું છે કે તેમના મોબાઇલમાં કોન્ટેક્ટ લિસ્ટમાં યુઆઇડીએઆઇના નામથી એક ટોલ ફ્રી નંબર દેખાઇ રહ્યો છે. તેમનો દાવો છે કે તે લોકોએ આ નંબર સેવ કર્યો જ ન હતો.
આધાર ઓથોરિટી યૂઆઇડીએઆઇને તેને લઇને અત્યાર સુધી કોઇ નિવેદન આપ્યું નથી. પરંતુ ટ્‌વીટર પર લોકોએ તેમની કોમેન્ટ કરવાની શરૂ કરી દીધી છે. લોકોનું કહેવું છે કે તેમના મોબાઇલમાં યૂઆઇડીએઆઇના નામથી ૧૮૦૦-૩૦૦-૧૯૪૭ નંબર દેખાઇ રહ્યો છે.
સામાન્ય લોકોના મોબાઇલમાં આ નંબર ક્યાંથી આવ્યો છે? જોકે UIDAI એ ટ્વીટર પર જણાવ્યું છે કે યૂજર્સના ફોનમાં જે નંબર સેવ થયો છે. તે ૧૮૦૦-૩૦૦-૧૯૪૭ નંબર જૂનો છે અને તે ઇનવેલિડ પણ છે. UIDAI એ કહ્યું છે કે જે લોકોની વચ્ચે અસમંજસ પેદા કરવા માટે કરવામાં આવેલું કામ છે. જણાવી દઇએ કે આ નંબર એન્ડ્રોયડ યૂજર્સના ફોનમાં સેવ મળ્યો છે.
એવામાં કેટલાક સવાલ થઇ રહ્યા છે કે જે લોકોના મોબાઇલમાં આ નંબર આવ્યો છે તે કેવી રીતે અને ક્યા કારણથી આવ્યો છે? કારણકે આ ટોલ ફ્રી નંબર ડાયલ કરવા પર કોઇ કોલ લાગી રહ્યો નથી.
ફ્રેંચ સિક્યોરિટી એક્ષપર્ટ એલિયટ એલ્ડરસને યુઆઇડીએઆઇથી ટ્વીટર પર પૂછ્યુ કે કેટલાક લોકો જે અલગ-અલગ ટેલીકોમ ઓપરેટરનું સિમ ઉપયોગ કરે છે. જેમા કેટલાક લોકો પાસે આધાર છે અને કેટલાક પાસે નથી. તેમના મોબાઇલમાં યૂઆઇડીએઆઇના નામથી એક નંબંર સેવ બતાવી રહ્યા છે. કેવી રીતે?
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY