પોલીસે સાત હુમલાખોરો વિરુદ્ધ એટ્રોસિટી,રાયોટિંગનો ગુનો દાખલ કર્યો
અમદાવાદ,તા.૧
શહેરમાં મૂછ રાખવા મુદ્દે ફરી એક વાર પિટાઈ થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના છે કાવિઠા ગામની. જ્યાં એક યુવકે મૂછ રાખતાં તેનાં પર જીવલેણ હુમલો થયો છે. ૭ શખ્સે દલિત યુવક પર હુમલો કર્યો. આ હુમલામાં ૩ જેટલાં લોકો ઘાયલ થયાં છે. જ્યારે પોલીસે ૭ હુમલાખોરો વિરુદ્ધ એટ્રોસિટી અને રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ મહેસાણામાં પણ જાતિવાદનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં બહુચરાજીમાં એક યુવકને માર મારતો વીડિયો સામે આવ્યો હતો. ૨ યુવકો એક પીડિત યુવકને માર માર્યો હતો. તે બંને યુવકોએ એક પછી એક ડંડા-લાત વરસાવીને પીડિત યુવકને ઢોર માર માર્યો હતો.
આ ઉપરાંત આ પહેલા પણ આ જ રીતે સાબરકાંઠા જિલ્લાનાં ઇડર તાલુકાનાં ગોરલ ગામમાં એક દલિત યુવકને મૂછો રાખવાના મામલે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાયેલી છે. ઇડર તાલુકા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ફરિયાદમાં નોંધેલી વિગતો મુજબ કથિત રીતે અલ્પેશ પંડ્યા નામનાં એક દલિત યુવકને ગામનાં જ અન્ય સમાજનાં કેટલાંક લોકોએ માર મારીને રેઝર દ્વારા તે દલિત યુવકની મૂછો કાઢી નાખી હતી.
મહત્વનું છે કે આવાં અનેક વાર કિસ્સાઓ સામે આવતા હોય છે કે જો દલિત લોકો મૂછો રાખે તો તેને જબરદસ્તી કાઢી નાંખવામાં આવે છે. તો શું દલિતોએ મૂછો રાખવી જોઇએ કે નહીં તે પણ એક સવાલ ઉભો થાય છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


