ખચ્ચર માલિકોના પુનર્વાસ માટે શી યોજના છે એ વિશે સ્ટેક હોલ્ડરો જણાવે
ન્યુ દિલ્હી,તા.૧
વૈષ્ણોદેવી યાત્રામાં યાત્રિકોની સંખ્યા આટલી જ હોવી જોઈએ તેવું કોર્ટ નક્કી ન કરે. તે એક આસ્થા સાથે જોડાયેલો મુદ્દો છે તેવું કહીને તેમાં હસ્તક્ષેપ કરવાનો સુપ્રીમ કોર્ટે ઈન્કાર કરી દીધો હતો. તો સુપ્રીમ કોર્ટે કહ્યું કે ખચ્ચર માલિકોના પુનર્વાસ માટે શી યોજના છે એ વિશે સ્ટેક હોલ્ટરો મીટિંગ કરીને જણાવે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે વૈષ્ણોદેવી લોકો દર્શન કરવા અને પોતાની શ્રદ્ધાને લઈને આવે છે આ મામલો શ્રદ્ધા સાથે જોડાયેલો છે. તો અરજીકર્તાએ પોતાની તરફથી કહ્યું કે શ્રાઈન બોર્ડે એ નક્કી કરવું જોઈએ કે કેટલાં લોકો દર્શન કરવા આવી શકે છે. કોર્ટે આ અરજી ફગાવી દેતા કહ્યું હતું કે કોર્ટ આ મામલે હસ્તક્ષેપ કરી શકે નહિં. વૈષ્ણોદેવીના દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓની સંખ્યા એ એક આસ્થાનો મામલો છે, તેમાં કોર્ટ દખલગીરી કરી શકે નહિં. જ્યારે ખચ્ચર માલિકોને હટાવવા અને પુનઃવસન માટે તેમણે કહ્યું કે તમામ સ્ટેક હોલ્ડરો આ મામલે મીટિંગ કરીને નક્કી કરે અને તે જણાવે. તેમણે એમ પણ કહ્યું હતું કે સમયને લીધે ખચ્ચર માલિકોને ત્યાંથી હટાવવા પડશે અને તેમના પુનઃવસન માટે બીજા કોઈ વિકલ્પ શોધવો પડશે.
વૈષ્ણોદેવીમાં વર્તમાન સમયમાં ૪૦૦૦ થી વધું ખચ્ચર છે. જે શ્રદ્ધાળુઓ બાણગંગાથી ઊવન સુધી લઈ જાય છે અને પરત લાવે છે. કોર્ટએ કહ્યું કે આટલી સંખ્યામાં ખચ્ચરોને રાતોરાત હટાવી ન શકાય. પણ તેમના માટે બીજી વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવાની જરૂરિયાત છે.
શ્રાઈન બોર્ડે પોતાનો પક્ષ રાખતા કહ્યું હતું કે માત્ર વૈષ્ણોદેવીમાં જ ખચ્ચરનો પ્રયોગ નથી થતો. પણ દેશના અન્ય ભાગોમાં પણ તેમના પાસેથી કામ લેવામાં આવે છે. કેદારનાથ, નોર્થ ઈસ્ટ અને મનાલી, શિમલામાં પણ તેમની પાસેથી કામ લેવામાં આવે છે. સેના પણ પોતાનો સામાન ખચ્ચર દ્વારા ઉપર લઈ જાય છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



