બર્લિન,તા.૨૨
આગામી ૩૦ નવેમ્બરથી ૧ ડિસેમ્બર, ૨૦૧૮ના રોજ આર્જેન્ટિનાના બ્યુનસ આયર્સ ખાતે યોજાનારી ય્૨૦ દેશોની પરિષદ પહેલાં ‘ક્લાઈમેટ ટ્રાન્સપરન્સી’ દ્વારા તાજેતરમાં જ ‘બ્રાઉન ટૂ ગ્રીન રિપોર્ટ’ જાહેર કરાયો છે. જેના અનુસાર ય્૨૦ બેઠકમાં ઊર્જા અને પરિવહન ક્ષેત્ર પર ચર્ચા કરવી અનિવાર્ય છે. રિપોર્ટ જણાવે છે કે, ‘પેરિસ એગ્રીમેન્ટ’માં નક્કી કરવામાં આવેલા વૈશ્વિક તાપમાનમાં વધારાને ૧.૫ ડિગ્રી સેલ્સિયસથી નીચે રાખવાના લક્ષ્ય સુધી એક પણ ય્૨૦ દેશ પહોંચ્યો નથી. ભારત જ એકમાત્ર દેશ છે જે ૨.૦૦ ડિગ્રીના લક્ષ્યની પ્રાપ્તિની નજીક છે.
બ્રાઉન્ટ ટૂ ગ્રીન રિપોર્ટ ય્૨૦ દેશના જળવાયુ સંબંધીત પગલાં અંગે દુનિયાનું સૌથી વિસ્તૃત વિશ્લેષણ છે. ક્લાઈમેટ ટ્રાન્સપરન્સી નામની સંસ્થા દ્વારા ૧૪ જળવાયુ સંશોધન સંસ્થાઓ અને બિન-સરકારી સંસ્થાઓ, જેમાથી મોટાભાગની ય્૨૦ દેશોની છે તેમની પાસેથી એકત્રીત કરાયેલા આંકડા પરથી આ રિપોર્ટ તૈયાર કરાયો છે. રિપોર્ટની આ ચોથી આવૃત્તિ છે. આ રિપોર્ટ ૨૦૧૭ના ઉત્સર્જન સંબંધિત તાજેતરના આંકડાઓને આધારે તૈયાર કરાયો છે.
બ્રાઉન ટૂ ગ્રીન રિપોર્ટમાં ડી-કાર્બનાઈઝેશન, જળવાયુ સંબંધિત નીતિઓ, આર્થિક તથા જળવાયુ પરિવર્તનને કારણે પેદા થયેલા જાખમો સંબંધિત ૮૦ સૂચકાંકોને સામેલ કરવામાં આવ્યા છે. આ રિપોર્ટમાં રેટિંગ દ્વારા ય્૨૦ દેશોમાં પર્યાવરણ સંરક્ષણની દૃષ્ટિએ ટોચના અને પછા દેશોની ઓળખ પણ કરવામાં આવી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






