બીજિંગ,તા.૨૨
લિઓનિંગ પ્રાંતના હુલુદાઓ શહેરમાં એક સ્કૂલની સામે ગુરૂવારે બપોરે સ્પીડમાં આવતી કાર સડક પાર કરી રહેલા બાળકો પર ચઢી ગઇ. આ ઘટનામાં પાંચ લોકોનાં મોત થયા છે અને ૧૮ ઘાયલ થયા છે. પોલીસે આરોપી ડ્રાઇવરની ધરપકડ કરી લીધી છે.
આ ઘટનામાં પોલીસને કેટલાંક વીડિયો મળી આવ્યા છે, જેમાં કાર ખોટી દિશાથી આવતી જાવા મળે છે. ત્યારબાદ કાર એક લાઇનમાં સડક પાર કરી રહેલા બાળકો સાથે અથડાઇ.
જા કે, પોલીસે આ વીડિયોની પુષ્ટિ નથી કરી. સ્થાનિક મીડિયા અનુસાર, ચીનમાં સડક દુર્ઘટનાઓ ખૂબ જ સામાન્ય છે. ટ્રાન્સપોર્ટ વિભાગ નિયમોનું પાલન કરાવવામાં સતત અસફળ સાબિત થઇ રહ્યા છે.
નવેમ્બરના પહેલાં અઠવાડિયામાં ચૂંગચિંગ પ્રાંતમાં એક બસ ડ્રાઇવર અને યાત્રીની વચ્ચે મારપીટ થઇ હતી. જેના કારણે બસ પૂલ નીચેથી પડી ગઇ, જેમાં ૧૩ લોકોનાં મોત થયા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






