પૂર્ણાં નદીના કિનારે રહસ્યમય ધડાકો થતા લોકોમાં નાસભાગ મચી

0
275

ડાંગ,તા.૫
સુબિર તાલુકાના શબરી ધામ નજીક ધડાકો થતા અફરાતફરી મચી જવા પામી હતી. પૂર્ણા નદીના કિનારા નજીક બપોર બાદ અચાનક જ ધડાકો થયો હતો. આ ધડાકાને લીધે આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.જા કે આ ધડાકાના લીધે કોઈ જાનહાનિ થઇ નથી.
મળતી વિગતો પ્રમાણે સુબિર તાલુકાના શબરી ધામમાં આવેલ પ્રવાસન નિગમે બનાવેલા પંપા સરોવર પાસે રહસ્યમય ધડાકો થવાની ઘટના બની. આ વિસ્તારમાં આવેલ પૂર્ણાં નદીની નજીક અચાનક જ ભેદી ધડાતો સાંભળતા જ ભારે ઉત્તેજનાપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી અને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
સુબિર વિસ્તારમાં નદીની આપસાસ પશુચાલકે આ ધડાકો સાંભળ્યો અને નદીના પરિસરમાં ઘડાકાભેર પત્થરો ઉડ્યા, આ અવાજ જાતા જ ભયનો માહોલ સર્જાયો હતો, ત્યારબાદ આ જાણ ગ્રામજનોને થતા જ તંત્રને જાણ કરવામાં આવી હતી, ધડાકાના કારણે વજનદાર પથ્થરો પણ તુટી ગયા હતા. આ ધડાકો શેનો છે તેની તપાસ થઇ રહી છે. તો બીજી તરફ સુબિર વિસ્તારમાં ભૂગર્ભિય હિલચાલની શક્્યતાને કારણે આશંકા વ્યક્ત કરાઈ રહી છે. જાકે હજી આ મામલાની તપાસ ચાલી રહી હોવાથી પોલીસ કોઈ નિષ્કર્ષ પર આવી નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY