રણવીર હવે પોતાની સિમ્બા ફિલ્મને લઇને ખુશ : રિપોર્ટ

0
9

મુંબઇ,તા.૨૪
રણવીર સિંહને પ્રથમ વખત એક શાનદાર એક્શન ફિલ્મ સિમ્બા હાથ લાગી છે. આ ફિલ્મનુ શુટિંગ જારદાર રીતે ચાલી રહ્યુ છે. ફિલ્મને ૨૮મી ડિસેમ્બરના દિવસે રજૂ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. રોહિત શેટ્ટીની એક્શનથી ભરપુર ફિલ્મ મળતા રણવીર ભારે ખુશ છે.

ફિલ્મ સિમ્બાને લઇને તૈયારીમાં રણવીર સિંહ પહેલાથી જ લાગી ગયો છે. એક્શન સિક્વન્સ માટે ટ્રેનિંગ પણ રણવીર સિંહે લઇ લીધી છે. રોહિત શેટ્ટીની નવી ફિલ્મમાં તે પોલીસ અધિકારીની ભૂમિકામાં નજરે પડનાર છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે રોહિત શેટ્ટીની મોટા ભાગની ફિલ્મો એક્શનથી ભરપુર રહે છે. હાલમાં તે ઝોયા અખ્તરની ફિલ્મ ગુલ્લી બોયના શુટિંગને લઇને વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે આલિયા ભટ્ટ કામ કરી રહી છે. રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત ફિલ્મમાં રણવીર સિંહ તેની કેરિયરમાં હજુ સુધીની સૌથી મોટી ભૂમિકા અદા કરવા જઇ રહ્યો છે.

શેટ્ટીની ટીમ સાથે તે કેટલાક સપ્તાહ સુધી ખાસ ટ્રેનિંગ પણ કરી ચુક્યો છે. ઘટનાક્રમ પર નજર રાખનાર સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે રણવીર અને રોહિત શેટ્ટી હાલમાં ફિલ્મ નિર્માતાની ઓફિસમાં મળ્યા હતા. ચાર કલાક સુધી વાતચીત ચાલી હતી. ત્યારબાદ બન્ને ફિલ્મને આગળ વધારી દેવા માટે સહમત થયા હતા.ગુલ્લી બોય બાદ સિમ્બા ફિલ્મનુ શુટિંગ કરવામાં આવનાર છે. રોહિત શેટ્ટી સાથે કામ કરવાની તેની ઇચ્છા આખરે પૂર્ણ થઇ રહી છે. તેમની ફિલ્મો તમામ પેઢીને પસંદ પડે છે. તેમની એક્શન ફિલ્મો ચાહકોને ગમે છે. રોહિતે પહેલા જ કહ્યુ હતુ કે તેઓ રણવીર સાથે ફિલ્મ બનાવવા માટે ઇચ્છુક છે. ફિલ્મની પટકથા પર કામ કરી લેવામાં આવ્યુ છે. ફાઇનલ ડ્રાફ્ટ પર કામ જારી છે. દક્ષિણ ભારતની ફિલ્મ ટેમ્પરના અધિકાર અમે ખરીદી લેવામાં આવ્યા છે. આ ફિલ્મથી અમારી ફિલ્મ પ્રેરિત છે. આગામી દિવસોમાં આ દિશામાં નવી પહેલ કરવામાં આવનાર છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY