મોડાસા,તા.૫
રાજ્યમાં એસટી નિગમ દ્વારા એસટી બસના ડ્રાઈવર્સ દારૂના નશામાં બસ હંકારતા હોવાથી વધુ અકસ્માત થતા હોવાનું ધ્યાનમાં આવતા તમામ બસ મથકોમાં બ્રેથ એનલાઇઝર મશીનો ફાળવવામાં આવ્યા છે. સાબરકાંઠા-અરવલ્લી જીલ્લામાં એસટી બસ ડેપોમાં ફરજ બજાવતા કર્મચારીઓ ફરજ દરમિયાન નશામય હાલતમાં હોવાની ભૂતકાળમાં અનેક ઘટનાઓ બહાર આવી છે.
હિંમતનગર એસટી વિભાગ કચેરીની હિંમતનગર-ઢેકવા બસનો ચાલક પસાભાઇ અમીચંદભાઈ પટેલ (રહે,વામોજ, હિંમતનગર) એસટી બસ (ગાડી.નં-ય્ત્ન ૧૮ રૂ ૯૯૦૮ ) લઈ હિંમતનગર થી ઢેકવા બસ લઈ પરત ઢેકવાથી પરત મુસાફરો ભરી બસ લઈને આવતા બસ રોડ પર રેલાતા બસમાં બેઠેલા મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા. બસ મેઘરજ બસ સ્ટેન્ડ માં પહોંચતા ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં હોવાની જાણ થતા મુસાફરોએ ડ્રાઈવર સામે દેકારો મચાવતા મેઘરજ બસ સ્ટેન્ડમાં ફરજબજાવતા કર્મચારીઓ દોડી આવ્યા હતા અને ડ્રાઈવર લથડિયાં ખાતો હોવાથી મેઘરજ પોલીસને જાણ કરતા મેઘરજ પોલીસે બસ સ્ટેન્ડમાં દોડી આવી ડ્રાઈવરની ધરપકડ કરી મેડિકલ ચેકઅપ માટે મોકલી આપી નિસારભાઈ યુસુફમીયાં ખોખર (ટ્રાફિક કંટ્રોલર મેઘરજ બસ સ્ટેન્ડ) ની ફરિયાદના આધારે પસાભાઇ અમીચંદભાઈ પટેલ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



