સુરત, તા. ૨૬
મહુવા ગામની પૂર્ણા નદીના નવા પુલ પરથી પસાર થતી એક મારૂતિવાનમાંથી પોલીસે તપાસ કરતા ભારતીય બનાવટની ઈંગ્લિશ તથા બિયરની ૯૩૬ નંગ બોટલ કિંમત રૂ. ૬૦ હજાર તથા મારૂતિની કિંમત ૨ લાખ મળી કુલ્લે ૨.૬૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરી એક બુટલેગર ચાલકની ધરપકડ કરી હતી. જ્યારે દારૂ તથા બિયરનો જથ્થો મોકલનાર એક ઈસમને પોલીસે વોન્ટેડ બતાવ્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બારડોલી તાલુકાના ઉમરાખ ગામના મંદિર ફળિયા ખાતે રહેતા અરવિંદ કેશવભાઈ હળપતિ પોતાની મારૂતિ વાન (જીજે૧૫પીપી૨૮૨૧)માં વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો દારૂ તથા બીયરની નંગ ૯૩૬ કિંમત રૂ. ૬૦ હજારની લઈને મહુવા પૂર્ણા નદીના પુલ પરથી પસાર થતા હતા ત્યારે મહુવા પોલીસે તેમની કારને આંતરીને તપાસ કરી દારૂનો જથ્થો ઝડપી પાડી ચાલકની ધરપકડ કરી હતી. દારૂનો જથ્થો મોકલનાર બારોલિયા ગામના પટેલ ફળિયામાં રહેતા હેતુલ ઉર્ફે લાલુ અશોક પટેલને પોલીસ ચોપડે વોન્ટેડ બતાવ્યો હોવાનું જાણવા મળે છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






