મોદી સરકાર તમામ મોરચે ફેલ
મુંબઈ,તા.૧૨
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ચીફ રાજ ઠાકરેએ પણ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ ભાજપને સંભળાવવામાં કશું બાકી રાખ્યુ નથી.
કોંગ્રેસને ત્રણ હિન્દી બેલ્ટના રાજ્યોમાં મળેલી જીત બાદ રાજ ઠાકરેએ રાહુલ ગાંધીના વિરોધીઓને ટોણો મારતા કહ્યું હતુ કે પપ્પુ હવે પરમપૂજ્ય થઈ ગયો છે.
ઠાકરેએ કહ્યું હતુ કે ગુજરાતમાં, કર્ણાટકમાં અને ત્રણ રાજ્યોમાં પણ રાહુલ ગાંધી એકલા હતા.શું તેમના નેતૃત્વનો હવે રાષ્ટ્રીય સ્તરે સ્વીકાર થવો જાઈએ.
ઠાકરેએ કહ્યું હતુ કે જે રીતે અમિત શાહ અને મોદીજીએ ૪ વર્ષમાં વ્યવહાર કર્યો છે તે પછી તો આ થવાનુ જ હતુ.લોકોને હવે ખબર પડી ગઈ છે કે તમામ મોરચા પર તેઓ ફેલ છે.તેમની પાસે કોઈ સિધ્ધિ નથી એટલે હવે તે રામ મંદિર કાર્ડ ઉતારી રહ્યા છે પણ લોકો બહુ સમજદાર થઈ ગયા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




