સુરત, તા. ૨૬
ગોવટ ગામની એક પ્રાથમિક શાળાના મધ્યાહૃન ભોજન રૂમનો દરવાજા તોડી અંદર પ્રવેશી એલઈડી ટીવી તથા તેલનો ડબ્બો મળી કુલ્લે ૧૬ હજારની મતાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હોવાનો બનાવ ઉમરપાડા પોલીસ મથકમાં નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર માંડવી તાલુકાના કાટકૂવા ગામમાં રમેશભાઈ વસાવા રહે છે. તેઅો ઉમર પાડા તાલુકાના ગોવટ ગામની પ્રાથમિક શાળામાં નોકરી કરે છે. આજથી કેટલાક દિવસો પહેલા સ્કૂલના સ્ટાફના રૂમ તથા મધ્યાહૃન ભોજન રૂમના દરવાજાને મારેલુ તાળુ તોડી અંદર પ્રવેશી એલઈડી ટીવી તથા સિંગતેલનો ડબ્બો મળી કુલ્લે ૧૬ હજારની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ સ્કૂલના સ્ટાફને કરવામાં આવતા રમેશભાઈ વસાવાએ ઉમરપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોîધાવતા પોલીસે આઈપીસી ૪૫૪, ૪૫૭ તથા ૩૮૦ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





