સુરત, તા. ૧૩
કરચેલીયા ગામની એક ખુલ્લી જગ્યામાં સેરલેટ સ્પાર્ક કારમાંથી વગર પાસ પરમીટની વિદેશી દારૂની ૧૩૪૪ નંગ બોટલ કબજે કરી પોલીસે બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો હતો. જાકે પોલીસની નાકાબંધી જાઈને ચાલાક બુટલેગર કાર મૂકીને ફરાર થઈ ગયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કરચેલીયા કોળીવાડ ગોવિંદભાઈ પટેલના મકાનની પાછળ આવેલા ખુલ્લા પ્લોટમાં ગતરોજ સેરલેટ સ્પાર્ક કાર જીજે-૫-સીએમ-૪૦૬૬નો બુટલેગર ચાલક ૩૦ પુઠ્ઠાના બોક્ષમાં વ્હીસ્કી તથા ટીન બિયરની કુલ ૧૩૪૪ નંગ બાટલીઅો કિંમત રૂ.૭૨ હજારનો લઈને જતો હતો. પરંતુ પોલીસની નાકાબંધી જાઈને કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે મસમોટો વિદેશી દારૂનો જથ્થો તથા રૂ.૧ લાખની કાર મળી કુલ રૂ.૧.૭૨ લાખનો મુદ્દામાલ કબજે કરી બુટલેગર ચાલકને વોન્ટેડ જાહેર કર્યો હતો. મહુવા પોલીસે પ્રોહિબીશન એક્ટનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


