ચાર લોકો યુવક પર જીવલેણ હુમલો કરી ફરાર
સુરત, તા. ૧૩
નવાગામ-ડીંડોલી ગોવર્ધન નગર-૧ હનુમાનજીના મંદિર પાસે એક યુવક પર ચાકુ વડે હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી ચાર ઈસમો ફરાર થઈ ગયા હોવાનો બનાવ ડીંડોલી પોલીસ મથકે નોîધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર નવાગામ-ડીંડોલી ખાતે રવિકુમાર રૂપચંદ પારવાડ રહે છે. તે સંચાના કારખાનામાં નોકરી કરે છે. ગતરોજ રાત્રે પોણા અગિયાર વાગ્યાના સુમારે રવિકુમાર પારવાડ ઉ.વ.૧૮ ડીંડોલી ગોવર્ધનનગર પાસેથી પસાર થઈ રહ્ના હતો. ત્યારે ઉમેશ અમોલ, દિપક હેન્ડસમ તથા વિશાલ નામના ઈસમોએ તેને ઈધર ક્યા કર રહા હૈ ? તુ લાત ઈધર ઉધર કરતા હૈ ? તેમ જણાવી તેના શરીરે લાતો મારી પગના સાથળના ભાગે અને પેટના ભાગે ચપ્પુના ઘા મારી જીવલેણ ઈજાઅો પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત રવિકુમાર પારવાડને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેણે ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩૨૩ મુજબનો ગુનો નોîધી તપાસ શરૂ કરી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



