૩૫ પેટી દારૂ ભરેલી કાર સાથે મહિલાની ધરપકડ

0
9

સુરત,તા.૨૧
સચિન- મગદલ્લા રોડ પર બુડિયા ચોકડી પાસેથી પોલીસે વહેલી સવારે દારૂ ભરેલી કાર સાથે એક મહિલાને ઝડપી પાડી હતી. ૩૫ પેટી દારૂ સાથે ઝડપાયેલી મહિલા બુડિયા ગામની જ હોવાનું બહાર આવ્યું છે એટલું જ નહીં પણ પોલીસે આ પ્રકરણમાં મહિલાના જમાઈને વોન્ટેડ બતાવ્યો છે. રેન્જ-૨ ના અધિકારીના નેજા હેઠળ ચાલતી સ્કવોર્ડના કર્મચારી જીતેન્દ્ર વિઠ્ઠલ (અઠવા) ની બાતમીના આધારે દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે ૮૪ હજારના દારૂ અને ૫ લાખની કાર સાથે ઝડપાયેલી મહિલા વિરુદ્ધ કેસ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસ કર્મચારીએ જણાવ્યું હતું કે, બુડિયા ગામે રહેતા અને દારૂના ધંધા સાથે સંકળાયેલા મિત્તલ શૈલેષ પટેલ સવારે દમણથી દારૂનો જથ્થો પોતાની સ્વિફ્ટ કાર નંબર જીજે ૫ જેએન ૩૨૧૧ માં લઇને સુરત આવી રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. સ્થાનિક પોલીસ ઉંઘતી રહી અને રેન્જ – ૨ ની ટીમે દારૂ ઝડપી પાડતા જીઆઇડીસી પોલીસ દોડતી થઈ ગઈ હતી.
વધુમાં જણાવ્યું હતું કે, સવારે લગભગ ૪-૫ વાગ્યાના સમયે એક કાર બુડિયા ચોકડી પર શકમંદ હાલતમાં ભાગતી દેખાતા તેને કોર્ડન કરી ઉભી રખાઈ હતી. કારનો ડ્રાઇવર કાર અને મહિલાને છોડી ભાગી ગયો હતો. ત્યારબાદ કારમાં ચેક કરાતા તેમાંથી ૩૫ પેટી દારૂ મળી આવ્યો હતો. તપાસ કરતા મહિલાનું નામ ચંદ્રિકા મોહનભાઇ ડાહ્યાભાઈ પટેલ હોવાનું અને ભાગી ગયેલો વ્યકિત મિત્તલ શૈલેષ પટેલ તેનો જમાઈ હોવાનું બહાર આવ્યું હતું. તેમજ દારૂનો જથ્થો દમણથી સુરત લવાઈ રહ્યો હોવાનું મહિલાએ જણાવ્યું હતું. હાલ સચિન જીઆઇડીસી પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY