ગાંધીનગર,તા.૨૧
ગુજરાતમાં વધતી જતી પાણી અને ઘાસચારાની સમસ્યા વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી રાજકીય કાર્યક્રમોમાં સરકાર વ્યસ્ત છે. ત્યારે એકાએક પાણીની સમસ્યા યાદ આવતા અચાનક રજાના દિવસે મંત્રીમંડળની બેઠક બોલાવી રાજ્યના અછતગ્રસ્ત વિસ્તારોમાં પીવાના પાણી અને ઘાસચારાની વિસ્તૃત ચર્ચા કરી હતી.
રજાના દિવસે મંત્રીમંડળની બેઠક બોલાવવા અંગે મળેલી માહિતી મુજબ ગુજરાતના ૫૦ ટકાથી વધુ વિસ્તારોમાં ઓછા વરસાદને કારણે પીવાના પાણી અને ઘાસચારાની સમસ્યા આગામી દિવસોમાં ગંભીર સ્વરૂપ ધારણ કરશે. જેનો એક રિપોર્ટ સરકારના ધ્યાન પર આવ્યો હતો. રાજ્ય સરકારે ૫૦ ટકાથી ઓછો વરસાદ થયો છે તેવા જિલ્લાઓમાં પીવાના પાણી અને ઘાસચારાની સમસ્યા અંગે રાજ્યના દરેક જિલ્લા કલેક્ટર પાસે એક માસ્ટર પ્લાન તૈયાર કરાવ્યો હતો. આમાં આવેલી ગંભીર બાબતોને ધ્યાનમાં રાખીને અચાનક રજાના દિવસે કેબિનેટની બેઠક બોલાવવામાં આવી હતી .
આ બેઠકમાં રાજ્યની પીવાના પાણી અને ઘાસચારાની સમસ્યા માટેની વ્યવસ્થા કરવા જે તે વિભાગના મંત્રીઓને સુચના આપવામાં આવી હતી એટલું જ નહીં આગામી દિવસોમાં ગુજરાતમાં ઊભી થનારી અછતની ગંભીર Âસ્થતિનો રિપોર્ટ બનાવી કેન્દ્ર સરકાર સમક્ષ પણ વધારાના નાણાની માંગણી કરવા મુખ્યમંત્રી પોતે દિલ્હી જશે તે અંગેની ચર્ચા પણ કેબિનેટની બેઠકમાં કરવામાં આવી હતી.
ગુજરાતમાં ઓછા વરસાદને કારણે પીવાના પાણીની સમસ્યા સર્જાય તેવો ભય સરકારને બે મહિના અગાઉ હતો. આમછતાં રાજકીય કાર્યક્રમમાં વ્યસ્ત સરકારે પીવાના પાણી અને ઘાસચારાની સમસ્યાને ગંભીરતાથી લીધી ન હતી. પરંતુ અછત અંગેના કલેક્ટરોના અહેવાલ બાદ સરકાર સફાળી જાગી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



