સોના-ચાંદીના વેપારી પાસેથી ૧૮ લાખની મતા ચોરી બે શખ્સો ફરાર

0
8

અરવલ્લી,તા.૨૨
બનાસકાંઠામાં એક લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે. વાત છે બનાસકાંઠાના ભાભરની. અહીંયા એક સોના ચાંદીના વેપારી પોતાની દુકાનમાં વસ્તી કરીને ઘરે જઈ રહ્યા હતા ત્યારે બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ તેમની પાસેથી તેમનો થેલો આંચકી લીધો હતો. બંન્ને શખ્સો થેલો આંચકી ગણતરીની સેકન્ડોમાં ફરાર થઈ ગયા. વેપારીના થેલામાં સોના ચાંદીના દાગીના ઉપરાંત રોકડ રકમ સહિત ૧૮ લાખની મતાની ચોરી થઈ છે. ત્યારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરુ કરી છે.
સોના ચાંદીના વેપારી મોડી રાતે દુકાન બંધ કરી ઘરે જઈ રહ્યાં હતા ત્યારે બે અજાણ્યા બાઇક સવારો તેમની સામે આવ્યા હતા. વેપારી કઈ સમજે તે પહેલાં બંને લૂંટારૂ થેલો લઈ ફરાર થઈ ગયા હતા. આ ઘટનાથી હતપ્રભ બનેલા વેપારીએ તાત્કાલીક પોલીસ ફરિયાદ નોંધી હતી. પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ હાથ ધરી હતી.
આ ઘટનાના પગલે પોલીસે લૂંટના સ્થળે તપાસ શરૂ કરી છે. પોલીસે વેપારીની દુકાનની આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી અને તપાસ કરી રહી છે. પોલીસ અગાઉના ગુનેગારો અને પલ્સર બાઇક સવારોની કડી મેળવી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY