લંડન,તા.૧૯
અંડરવર્લ્ડ દાઉદ ઇબ્રાહીમના એક નજીકના સહયોગી જબીર મોતીની લંડનમાં ધરપકડ કરાઇ છે. રવિવારના રોજ મળેલા રિપોર્ટસના મતે જબીરની બ્રિટનની સુરક્ષા એજન્સીઓએ ધરપકડ કરી લીધી છે. જબીરની ધરપકડ ભારત માટે મોટી સફળતા છે. મીડિયા રિપોર્ટસના મતે ભારતે જબીર મોતીની ધરપકડની માંગણી કરી હતી.
જબીર મોતી પાકિસ્તાની નાગરિક છે અને તે ડી-કંપનીના આર્થિક બાબતોનો ઇન્ચાર્જ મનાય છે. મળતી માહિતી પ્રમાણે દાઉદના કાળા ચિઠ્ઠાને જાણનાર જબીર મોતીને લંડનની હિલ્ટન હોટલમાંથી પકડી લેવાયો છે.
પાકિસ્તાની નાગરિક અને ૧૦ વર્ષના વીઝા પર બ્રિટનમાં રહેતા જબીર મોતી અને દાઉદના પત્ની મહજબીન, દીકરી મહરીન અને જમાઇ જુનૈદ (પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર જાવેદ મિયાંદાદ)ની વચ્ચે નાણાંકીય લેવડદેવડની તપાસ બાદ જબીરની ધરપકડ કરી લેવાઇ છે. દાઉદની સૌથી નાની દીકરીના હજુ લગ્ન થયા નથી.
જબીર પાકિસ્તાન, મિડલ ઇસ્ટ, યુકે અને યુરોપ, આફ્રિકા અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં દાઉદના કામને જુએ છે. સૂત્રોના મતે આ દેશોના બિઝનેસમાંથી થનાર આવક અને બીજી ગેરકાયદે ગતિવિધિઓ જેવા ગેરકાયદે હથિયાર વેચવા, નશીલા પદાર્થોના વેપાર, રિઅલ એસ્ટેટ વેપાર, આવકની કમાણીનો ઉપયોગ ભારત વિરોધી અભિયાનોના અંજામ આપવા માટે આતંકવાદીઓના નાણાંકીય પોષણ માટે કરાય છે.
સમાચારનું માનીએ તો જબીર દાઉદના પરિવારને યુકે શિફ્ટ કરવાના વિકલ્પ શોધવામાં જબીરની મોટી ભૂમિકા છે. કરાચીમાં જે રેસિડેન્શિયલ કંપાઉન્ડમાં દાઉદનો પરિવાર રહે છે, ત્યાં જબીરની પાસે પણ એક ઘર છે. તાજેતરમાં જબીર પોતે પણ બારબેડોસ અને એન્ટીગુઆમાં બેવડું નાગરિકત્વ મેળવવાની કોશિષ કરી રહ્યો હતો. તેણે હંગેરીમાં પણ પર્મેનન્ટ રેસિડન્ટ સ્ટેટસ મેળવવાની કોશિષ કરી હતી.
આપને જણાવી દઇએ કે ૧૯૯૩ના મુંબઇ બોમ્બ બ્લાસ્ટમાં દાઉદ ભારતમાં મોસ્ટ વોન્ટેડ છે. આ ધમાકામાં અંદાજે ૨૫૦ લોકોના જીવ ગયા હતા. આ સિવાય દાઉદ હત્યા, ડ્રગ તસ્કરી, આતંકવાદ અને બીજા કેટલાંય કેસમાં ભાગેડુ છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


