૧૯૯૨ના ફોર્મેટના આધારે રમાશે વર્લ્ડકપ, દરેક ટીમનો એકબીજા સામે મુકાબલો થશે

0
6

દુબઇ,તા.૧૯
ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાનારા ક્રિકેટ વર્લ્ડકપનુ કાઉન્ટ ડાઉન શરુ થઈ ગયુ છે ત્યારે ધ્યાન ખેંચનારી વાત એ છે કે, વર્લ્ડકપમાં રમાનારી મેચોના ફોર્મેટમાં ધરખમ ફેરફાર થયો છે. ૧૯૯૨માં ઓસ્ટ્રેલિયામાં જે રીતે વર્લ્ડકપ રમાયો હતો તે જ રીતે આ વર્લ્ડકપ રમાશે.જેનો અર્થ એ થયો કે, વર્લ્ડકપમાં ભાગ લઈ રહેલી તમામ ટીમ એક બીજાની સામે મુકાબલા માટે ઉતરશે.આમ કુલ ૪૫ મેચો રમાશે.આ વખતે વર્લ્ડકપમાં કુલ ૧૦ ટીમ ભાગ લઈ રહી છે.
એ પછી ટોચની ચાર ટીમો એકબીજાની સામે સેમિ ફાઈનલમાં રમશે અને તેમાં જીતનાર બે ટીમો વચ્ચે ફાઈનલ મુકાબલો થશે.
ઓસ્ટ્રેલિયામાં ૧૯૯૨માં આ જ રીતે વર્લ્ડકપ રમાયો હતો.જ્યારે ૧૯૯૬માં ગ્રુપ સ્ટેજના મુકાબલા બાદ નોકઆઉટ મુકાબલા શરુ થયા હતા.૧૯૯૯માં ગ્રુપ સ્ટેજ અને સુપર સિક્સ ફોર્મેટના આધારે વર્લ્ડ કપનુ આયોજન થયુ હતુ.
જ્યારે પાછલી ત્રણ ટુર્નામેન્ટ ગ્રુપ સ્ટેજ અને નોકઆઉટ ફોર્મેટના આધારે રમાઈ હતી. જાકે ૨૭ વર્ષ બાદ લીગ ફોર્મેટની થયેલી વાપસીના કારણે દરેક ટીમે સતત સારુ પ્રદર્શન કરવુ પડશે.આ વખતે નવા ફોર્મેટથી વર્લ્ડ કપ વધારે રોમાંચક બને તેમ લાગી રહ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY