સુરત,તા.૧૯
પાસ કન્વીનર હાર્દિક પટેલ આજે એક દિવસના પ્રતિક ઉપવાસ પર બેસે તે પહેલા જ પોલીસે તેની અટકાયત કરી લીધી છે. જેને પગલે પાટીદારોમાં રોષ જાવા મળ્યો છે. સુરતમાં મિની બજાર ખાતે મોટી સંખ્યામાં હોર્દક પટેલને છોડવાની માંગ સાથે ધરણાં પર બેસી ગયા છે. પાટીદારોના વિરોધના પગલે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
અમદાવાદમાં પાસ કન્વીનર હાર્દિક પટેલ ૨૫મી ઓગસ્ટના રોજ આમરણાંત ઉપવાસ માટે મંજૂરી ન મળતા આજે મંજૂરી વિના જ એક દિવસના પ્રતિક ઉપવાસ પર બેસે તે પહેલા જ પોલીસે તેની અટકાયત કરી લીધી છે. જેને પગલે સુરતમાં પાટીદારો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. પાટીદારોના ગઢ વરાછામાં મિનિબજાર ખાતે સરદાર પટેલની પ્રતિમા પાસે મોટી સંખ્યામાં પાટીદારો એકઠાં થયા છે. અને હાર્દિકને છોડવાની માંગ સાથે ધરણાં કરી રહ્યા છે. પાટીદારોના વિરોધના પગલે પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે.
હાર્દિક પટેલ દ્વારા એક દિવસીય પ્રતિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા પણ જાડાયો હતો. અને હાર્દિક સાથે તેની પણ અટકાયત કરવામાં આવી છે. જેને પગલે સુરતમાં પાટીદારો દ્વારા ઘરણાં કરી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. અને હાર્દિક, અલ્પેશ સહીત અટકાયત કરાયેલા પાટીદારોને છોડવામાં નહીં આવે ત્યાં સુધી ધરણાં પરણ બેસી રહેવામાં આવશે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




