ડેડીયાપાડા વોસ્મો દ્વારા દોઢ કરોડ ના કામોના ટેન્ડરીંગ માટે વાહલા દવલાં ની નીતી ના આક્ષેપો ,જિલ્લા કલેક્ટર ને આવેદન આપવા ચક્રો ગતિમાન

0
10

પાણીના કામો ને લઈને 41 કામો માટે સ્થાનિક કોન્ટ્રાક્ટરો ને ધક્કે ચઢાવઆ રોષ

અધિકારીઓ પોતાના કમિશન લેવા તેમના મળતિયા કોન્ટ્રાક્ટરો ને કામ આપતા હોવાનો આક્ષેપ સાથે કલેક્ટર ને આવેદન અપાશે

રાજપીપળા : સરકારી બાબુઓ પોતાના કમિશનો માટે કોઈ પણ હદે જાય છે અને પછી મળતિયો કોન્ટ્રાક્ટર જેવું તેવું કામ કરી ને પૂર્ણવિરામ મૂકી દે છે ત્યારે અંતે વેઠવાનો વારો તો જનતાનેજ આવે છે ત્યારે જો ટેન્ડર પ્રક્રિયા સારી રીતે કરી જરૂરી ચોકસાઈ વાળી એજન્સી ને કામ આપે તો કામ વ્યવસ્થિત થાય છતાં કેટલાક કટકીબાજો ના કારણે આડેધડ કામો અપાતા હોવાની વાત સાંભળવા મળી છે જેમાં બાબતો હાલ નર્મદા ના ડેડીયાપાડા સાગબારા માં વોસ્મો હેઠળ થતી કામગીરી ની ટેન્ડર પ્રક્રિયા માં અનેક ગેરરીતિ સામે આવે તેમ છે જેથી સ્થાનિક કોન્ટ્રાકટરો એ હોબાળો મચાવી ટેન્ડર પ્રક્રિયા ફરી કરાવવાની માંગ કરી છે.અને આજે કલેક્ટર ને આ બાબતે આવેદન આપશે એમ જાણવા મળ્યું હતું

રાજ્યમાં પાણી પુરવઠાની કામગીરી કરતી વોસ્મો સંસ્થા હાલ પાણીની સમસ્યા વાળા ગામોમાં કામ કરે છે જેમા પાણીની ટાંકી રીપેર થી લઈને નવી પાઈપલાઈન મોટર રીપેર જેવા પાણીને લગતા 41કામો લગભગ દોઢ કરોડના ખર્ચે કરવાના હોય જે બાબત નું ટેન્ડર ડેડીયાપાડા વોસ્મો વિભાગ દ્વારા ગત 1 સટેમ્બર ના રોજ બહાર પાડ્યું જે પરત લેવાની તારીખ 7 મી સપ્ટેમ્બર છે પરંતુ સ્થાનિક કોન્ટ્રાક્ટરો ને આ ટેન્ડર આપવામાં ધક્કા ખવડાવે છે અને ગ્રામ પંચાયત પર લેવા જતા ગ્રામ પંચાયત ના સરપંચ ને આ બાબતે કઈ ખબર નથી જેથી સ્થાનિકોને કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ ધક્કા ખવડાવતા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે માટે આ ટેન્ડર પ્રક્રિયા ફરી કરવાની માંગ સાથે કોન્ટ્રાક્ટરો આજે 7 સપ્ટેમ્બરે જિલ્લા કલેક્ટર ને આવેદન આપી રજૂઆત કરશે અને જો આ કામોની અને ટેન્ડર પ્રક્રિયા ની જિલ્લા કલેક્ટર તપાસ કરે તો ઘણા ગોટાળા બહાર આવશે એમ પણ જાણવા મળ્યું હતું પાણીના કામો ને લઈને 41 કામો માટે સ્થાનિક કોન્ટ્રાક્ટરો ને ધક્કા ખવડાવતા રોષ જોવા મળ્યો હતો સાથે અધિકારીઓ પોતાના કમિશન લેવા તેમના મળતિયા કોન્ટ્રાક્ટરો ને કામ આપતા હોવાનો આક્ષેપ થયો છે ત્યારે કલેક્ટર કોન્ટરેક્ટરો ની રજુઆત બાદ કેવા પગલાં લેશે એ જોવું રહ્યું .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY