મુંબઈ,તા.૫
‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી’ ફિલ્મમાંથી અભિનેતા સોનુ સૂદ ઓચિંતો ખસી જતાં એનાં પાત્રવાળા દ્રશ્યો તથા અન્ય દ્રશ્યોનું અભિનેત્રી કંગના રણૌત રૂ. ૨૦ કરોડના ખર્ચે ફરી શૂટિંગ કરાવશે એવા અહેવાલો છે. ફિલ્મના મૂળ દિગ્દર્શક ખસી જતાં દિગ્દર્શનની જવાબદારી કંગનાએ પોતાનાં હાથમાં લીધી છે.
કંગનાનાં હાથ નીચે કામ કરવા સોનુ તૈયાર નહોતો એટલે એ ફિલ્મમાંથી ખસી ગયો હોવાના અહેવાલ છે.
કંગનાનાં દિગ્દર્શન હેઠળ ફિલ્મના મોટા ભાગના દ્રશ્યોનું ફરીથી શૂટિંગ કરાવવા માટે નિર્માતાઓ તૈયાર થયા છે અને એ માટે તેમણે રૂ. ૨૦ કરોડનું અતિરિક્ત ફંડ મંજૂર પણ કર્યું છે.
ભૂતપૂર્વ દિગ્દર્શક ક્રિશે ફિલ્મના જે દ્રશ્યો શૂટ કરાવ્યા હતા એને કંગના ફરીથી શૂટ કરાવશે. આને કારણે ફિલ્મનું શૂટિંગ ૪૫ દિવસ લંબાઈ જશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


