પોલીસે ૩ની ધરપકડ કરી,યોગ્ય વળતર નહીં ચૂકવતા દરજીએ બદલો લીધો
ન્યુ દિલ્હી,તા.૧૫
ગુરુવારે સવારે નવી દિલ્હીના વસંત કુંજ વિસ્તારમાંથી એક ૫૩ વર્ષની ફેશન ડિઝાઇનર અને તેના નોકરની હત્યા કરાયેલી લાશ મળી આવી છે. મહિલા અને તેના નોકરની તેના ઘરમાં જ હત્યા કરી નાખવામાં આવી હતી. પોલીસે આ કેસમાં ત્રણ લોકોની અટકાયત કરી છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ લોકોએ જ મહિલા ફેશન ડિઝાઇનર અને તેના નોકરની હત્યા કરી નાખી છે.
વહેલી સવારે ત્રણ વાગ્યે પાડોશીઓને મહિલાના ઘરમાં ઝઘડો ચાલી રહ્યાનું માલુમ પડ્યું હતું. બાદમાં તપાસ કરતા મહિલા અને નોકરની હત્યાનો બનાવ સામે આવ્યો હતો. માયા લાખાની નામની મહિલાનો મૃતદેહ તેના બેડરૂમમાંથી મળી આવ્યો હતો, જ્યારે તેના નોકરનો મૃતદેહ લિવિંગ રૂમમાંથી મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે મહિલાના શરીર પર ઈજાના સાત જેટલા નિશાન છે. નોકરની ઓળખ ૫૦ વર્ષીય બહાદુર તરીકે કરવામાં આવી છે.
ત્રણેય શકમંદની ઓળખ રાહુલ અનવર, રહમત અને વસીલ તરીકે કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે રાહુલ મહિલાના ઘરમાં બનેલા વર્કશોપમાં કપડાંનો ટેલર હતો. રાહુલે મહિલા પર લૂંટના ઈરાદે હુમલો કર્યો હતો, જે બાદમાં અવાજ સાંભળીને મહિલાનો નોકર દોડી આવ્યો હતો. રાહુલે તેની પણ હત્યા કરી નાખી હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે હત્યા બાદ નિશાન હટાવવા માટે ઘરમાં સફાઈ કરવામાં આવી હતી. જે બાદમાં ત્રણેય શકમંદ લાખાનીની કાર લઈને ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે જ પોલીસે ત્રણેયની ધરપકડ કરી લીધી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



