રાજસ્થાન ચૂંટણી : ભાજપે ૩૧ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

0
169

જ્ઞાનદેવ આહૂજા સહિત ૧૫ ધારાસભ્ય,ત્રણ મંત્રીઓની ટિકિટ કપાઈ
જયપુર,તા.૧૫
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને ભાજપે ૩૧ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ બીજી યાદીમાં ૧૫ ધારાસભ્યો અને ૩ મંત્રીઓની ટિકિટ કાપીને તેમના સ્થાને નવા ચહેરાને મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે.
પહેલી યાદીમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહેલા વર્તમાન ચિકિત્સા મંત્રી કાલીચરણ સર્રાફ અને ઝોટવાડાના ધારાસભ્ય તેમજ ઉદ્યોગમંત્રી રાજપાલસિંહ શેખાવતનું નામ બીજી યાદીમાં આવી જતાં તેમના માટે રાહતભર્યા સમાચાર છે. પરંતુ ચુરુ જિલ્લાની રતનગઢ બેઠક ઉપરથી મંત્રી રાજકુમાર રિણવાની ટિકિટ કપાઇ ગઇ છે. કેશોરાયપાટનથી ધારાસભ્ય અને મંત્રી બાબુલાલ વર્માની ટિકિટ પણ કપાઇ છે અને આ બેઠક ઉપરથી કોટાના રામગંજ મંડીના ધારાસભ્ય ચંદ્રકાન્તા મેઘવાલને ટિકિટ મળી છે. આ સિવાય બાંસવાડાના ભાજપ ધારાસભ્ય અને મંત્રી ધનસિંહ રાવતની ટિકિટ પણ કપાઇ છે. જાકે ટિકિટ કપાયેલા મંત્રીઓમાં સૌથી ચર્ચાસ્પદ નામ રામગઢના ધારાસભ્ય જ્ઞાનદેવ આહૂજાનું છે. ખાસ બાબત એ કે ભાજપની આ બીજી યાદીમાં કોઇ પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપવામાં આવી નથી. વસુંધરા રાજે સરકારના ખાસ મનાતા અને સરકારમાં બીજા નંબરે રહેલા યૂનુસ ખાનનું નામ પણ ડિંડવાના બેઠક ઉપર હજુ ફાઇનલ નથી.
ઉલ્લેખનીય છે કે અગાઉ ભાજપે ૧૩૧ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી ત્યાર બાદ ટિકિટ કપાવાથી નારાજ મંત્રી સુરેન્દ્ર ગોયલે પાર્ટીને બરબાદ કરવાની ચેતવણી આપતા પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. તો નાગોરથી ભાજપના ધારાસભ્ય હબીબબુર્રહેમાન પણ પક્ષને ઝાટકો આપતા કોંગ્રેસમાં સામેલ થઇ ગયા છે. દોસાથી ભાજપના સાંસદ હરીશ મીણા પણ કોંગ્રેસમાં સામેલ થઇ ચૂક્્યાં છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY