અમદાવાદમાં પ્રતિ માસ સરેરાશ 500 લોકો સોશિયલ મીડિયાના ‘વ્યસન’માં જકડાય છે
આજે સોશિયલ મીડિયા ડે, જાણો સોશિયલ મીડિયાના વ્યસનની નિશાનીઓે
‘શું તમે એક કલાકથી વધુ સમય ફેસબૂક, વોટ્સએપ જેવા સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો પાછળ ફાળવો છો?’, ‘થોડા થોડા સમયના અંતરે સોશિયલ મીડિયામાં આવતા મેસેજ ચકાસો નહીં તો બેચેની થવા લાગે છે? ‘ , ‘કોઇ કોમેન્ટ કર્યા બાદ લાઇક્સ નહીં મળવાથી નિરાશ થઇ જાવ છો?’ આ સવાલના જવાબ ‘હા’ માં આવતા હોય તો તમે સોશિયલ મીડિયાના વ્યસનમાં જકડાઇ ગયા છો. ૩૦ જૂન-શનિવારે ‘સોશિયલ મીડિયા ડે’ છે ત્યારે ગુજરાતમાં સોશિયલ મીડિયાના વ્યસનીઓનો વધતો જતો આંકડો ચિંતાનો વિષય છે. અમદાવાદના મનોચિકિત્સકો પાસે પ્રત્યેક માસમાં સોશિયલ મીડિયાના સરેરાશ ૫૦૦ નવા કેસ નોંધાય છે. મનોચિકિત્સકોનું માનવું છે કે હાલમાં ડિપ્રેશન, એન્ક્ઝાઇટીના જેટલા પણ કેસ નોંધાય છે તેમાંથી મોટાભાગના કિસ્સાના મૂળમાં સોશિયલ મીડિયાનું વળગણ જ કારણભૂત હોય છે. તજજ્ઞાોના મતે સોશિયલ મીડિયા નહોતું ત્યારે મનુષ્યમાં નિરીક્ષણ શક્તિ ખૂબ જ જોવા મળતી. પરંતુ હવે વ્યક્તિ ક્યાંય પણ જાય ત્યાં સોશિયલ મીડિયામાં જ એટલો રચ્યો-પચ્યો રહે છે કે આજુબાજુમાં શું છે તેનું નિરીક્ષણ કે તે ક્ષણનો લુત્ફ પણ ઉઠાવતો નથી. સોશિયલ મીડિયાથી દૂરની વ્યક્તિ નજીક આવી છે પરંતુ જે વ્યક્તિ ખરેખર તમારી સૌથી નજીક હોય છે તે દૂર થઇ રહી છે. આ અંગે અમદાવાદના મનોચિકિત્સક ડો. મૃગેશ વૈષ્ણવે જણાવ્યું હતું કે, ‘મારી પાસે પ્રત્યેક મહિને સરેરાશ ૨૦ થી ૨૫ એવા કેસ એવા છે જેના મૂળમાં છેવટે સોશિયલ મીડિયા જ હોય છે. માત્ર કિશોરો-યુવાનોને જ સોશિયલ મીડિયાની લત્ત હોય છે તેવી માન્યતા ખોટી છે. હવે ૩૫થી વધુ ઉંમરના કે વૃદ્ધોમાં પણ સોશિયલ મીડિયાનું વ્યસન જોવા મળે છે. આ વળગણ એવું છે કે જેનાથી કોઇ વ્યક્તિ પોતા કામમાં ધ્યાન આપી શકતી નથી. થોડા સમય સુધી સોશિયલ મીડિયાના મેસેજ જોવામાં આવે નહીં તો તેઓને તલબ લાગવા માંડે છે. તમારું પ્રોફેશન એ પ્રકારનું હોય તો અલગ વાત છે પણ એ સિવાય તમે ૧ કલાકથી વધુ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોવ તો તમને તેનું વ્યસન લાગી ગયું છે. કોઇ પોસ્ટ લખી હોય કે કોઇ ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો હોય અને ત્યારબાદ પૂરતી લાઇક્સ આવે નહીં તો પણ અનેક લોકો ડિપ્રેશનમાં આવી જતા હોય છે. આ એક તમાકું-ગૂટકા જેવું જ વ્યસન છે. અનેક લોકો હવે તેના લીધે અપૂરતી ઉંઘ-ચીડચીડાપણુંની સમસ્યાથી પણ ઘેરાઇ રહ્યા છે. ‘અન્ય કેટલાક તજજ્ઞાોનું માનવું છે કે સોશિયલ મીડિયા આવ્યા બાદ પ્રત્યેક વ્યક્તિ પોતાનો અભિપ્રાય દર્શાવવા માગે છે અને પોતે જ સાચો છે તેવું અન્યમાં ઠસાવવા માગે છે. જે વાત છેવટે મતભેદમાં પરિણમે છે. ખાસ કરીને રાજકારણના અભિપ્રાયને લીધે લોકોમાં મતભેદનું પ્રમાણ વધવા લાગ્યું છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



