મિઝલ્સ-રૂબેઇા કેમ્પેઇન અંતગર્ત વ્યારા ખાતે ધાર્મિક આગેવાનો માટે ઓરિએન્ટેશન વર્કશોપ યોજાયો

0
86

સરકાર દ્વારા ૨૦૨૦ સુધીમાં ઓરી નાબુદ કરવા તથા રૂબેલા/જન્મજાત રૂબેલા સિન્ડ્રોમ પર નિયંત્રણ મેળવવા માટે આગામી તા. ૧૫મી, જુલાઇથી એમઆર(ઓરી-રૂબેલા) રસીકરણ અભિયાન હાથ ધરવાનું આયોજન કર્યું છે. જે અંતર્ગત આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયત, તાપી દ્વારા જિલ્લાના ધાર્મિક આગેવાનો માટે ઓરિએન્ટેશન વર્કશોપ યોજાયો હતો.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, તાપી તરફથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આગામી તા. ૧૫મી, જુલાઇથી યોજાનારા મિઝલ્સ-રૂબેલાના રસીકરણ કાર્યક્રમમાં નવ માસથી ૧૫ વર્ષ સુધીના બાળકોને આવરી લેવામાં આવશે. આ અભિયાનને સફળ બનાવવા માટે ધર્મગુરૂઓની ભૂમિકા મહત્વની બની રહે એમ હોઇ, આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયત, તાપી દ્વારા વિવિધ ધર્મના ધર્મગુરૂઓ માટે ઓરિએન્ટેશન વર્કશોપ યોવામાં આવ્યો હતો. વર્કશોપ દરમિયાન આર.સી.એચ.ઓ ડૉ. બિનેશભાઇ ગામીતે મિઝલ્સ અને રૂબેલા રોગ વિશે માહિતી આપી મિઝલ્સ-રૂબેલા રસીકરણ અભિયાન અંગે વિસ્તૃત માહિતી આપી સમાજમાં જાગૃતિ આવે એ માટે ધર્મગુરૂઓના સહકારની અપેક્ષા તેમણે વ્યકત કરી હતી.

ડિસ્ટ્રીકટ પ્રોગ્રામ મેનેજર ડૉ. યોગેશ શર્માએ મિઝલ્સ-રૂબેલા અંગે વારંવાર પૂછવામાં આવતા સવાલોનું સમાધાન કરી ધાર્મિક આગેવાનો રજૂ કરવામાં આવેલી મુંઝવણો અંગે તેમણે વિગતે જાણકારી આપી મુંઝવણો દુર કરી હતી. આ ઓરિન્ટેશન વર્કશોપમાં ઉપસ્થિત ધાર્મિક આગેવાનોએ આ રસીકરણ અભિયાનમાં સક્રિય સહયોગ આપવા સંમતિ આપી હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરફથી જણાવાયું છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY