
અમદાવાદ,તા.૫
પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટની CID ક્રાઈમે અટકાયત બાદ ધરપકડ કરી હતી. તેમના પર ૨૦ વર્ષ પહેલા ૧૯૯૮માં વકીલ પર એનડીપીએસના કેસ કરવાના મામલે અટકાયત બાદ સંજીવ ભટ્ટ ધરપકડ કરવામાં આવી હતી. આ કેસ દરમિયાન તેઓ બનાસકાંઠાના એસપી હતા . સત્તાવાર રીતે તેમની ધરપકડ આજે બપોરે કરવામાં આવી હતી. સાથે જ પીઆઈ વ્યાસની પણ ધરપકડ કરવામાં આવી હતી.
રિટાયર્ડ આઈપીએસ ઓફિસર સંજીવ ભટ્ટની સાથે નિવૃત્ત પીઆઈ વ્યાસ સહિત ૭ની અટકાયત કરવામાં આવી હતી. તપાસના અંતે પુરાવા મળતાં તેમની અટકાયત કરવામાં આવી હતી. હાઈકોર્ટે આ મામલે ફરી તપાસનો આદેશ કર્યો હતો.
સંજીવ ભટ્ટ અને બનાસકાંઠાના સાત પૂર્વ પોલીસકર્મીઓની ગુજરાત સીઆઈડી ક્રાઈમ દ્વારા અટકાયત કરવામાં આવી હતી ત્યારબાદ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. મંગળવાર રાતથી જ તેમની પુછપરછ ચાલી રહી હતી.
૧૯૯૮માં પાલનપુર પોલીસ સ્ટેશનમાં નોર્કોટિક્સનો એક કેસ નોંધાયો હતો. જેની ગુજરાત હાઈકોર્ટે સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ રચી તપાસ કરવા સીઆઈડી ક્રાઈમને આદેશ કર્યો હતો. જે અંતર્ગત આઈજીપી અજય તોમર, ડીઆઈજી દિપાંકર ત્રિવેદ્દી અને એસપી વિરેન્દ્રસિંહ યાદવ તપાસ કામગીરી બજાવી રહ્યા છે. સાથે જ સેશન્સ જજ જૈનને સેવા નિવૃત્તિ લેવા આદેશ કર્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


