
ન્યુ દિલ્હી,તા.૫
ટ્વીટર ઈન્ડીયાના પ્રમુખ તરનજીત સિંહે પોતાના પદેથી આપ્યુ રાજીનામુ. તેઓ મે ૨૦૧૭માં આ પદે નિયુક્ત થયા હતા. તરનજીતે સતત ટ્વીટ કરી પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી. ટ્વીટરના રેવન્યૂ સ્ટ્રેટજી એન્ડ ઓપરેશનના પ્રમુખ કૃષ હવે તેની જગ્યાએ કાર્યભાર સંભાળશે.
તરનજીત સિંહે ટ્વીટ કરી કહ્યું કે નમસ્કાર, મારા ચાર વર્ષ ટ્વીટર સાથે સારા રહ્યા. ટ્વીટર ઈન્ડીયાથી આગળ વધવાનો સમય હવે આવી ગયો છે. તેઓ કંપનીની સેલ ટીમના મહત્વપૂર્ણ ભાગીદાર રહ્યા છે. કંપનીને વીસ્તારવામાં તેમજ રોકાણ વધારવામાં તેમની મહત્વની ભુમિકા રહી હતી. તરનજીત સિંહ ભારતના ટ્વીટર સેલ્સ ઈન્ડીયા અને માર્કેટીંગના પ્રમુખ હતા.
હવે એ દિવસ દૂર નથી જ્યારે તમે ટ્વીટર પર કોણ ઓનલાઈન છે તે જોઈ શકશો. જો કે ટ્વીટરના આ નવા ફિચર્સને આવતા હજુ થોડો સમય લાગશે. જો કે અત્યારે તેની ટેસ્ટીંગનું કામ ચાલી રહ્યું છે. માઈક્રો બ્લોગિંગ વેબસાઈટ ટ્વીટરના સીઇઓ જેક ડોર્સીએ ટ્વીટરના પ્રોડક્ટ મેનેજર સારા હૈદરને આ ટ્વીટ શેર કર્યુ હતુ. આ ટ્વીટમાં બે નવા ફિચર્સ આવશે તેની માહિતી આપવામાં આવી છે. કેટલાક સ્ક્રીન શોટ છે જેનાથી અંદાજ આવે છે કે કંપની ટ્વીટ પર કરવામાં આવતા રિપ્લાઈ પર કોમેન્ટનો ઓપ્શન મળશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


