દેવભૂમિ દ્વારકા,તા.૨૧
હવે માત્ર ખેડૂત જ નહિ ખેત મજૂરો પણ આર્થિક સંકડામણથી આત્મહત્યાનો માર્ગ અપનાવી રહ્યા છે, દેવભૂમિ દ્વારકામાં એક ખેત મજુરે આત્મહત્યાનું પગલું ભર્યુ હોવાનો બનાવ સામે આવ્યો છે.
દેવભૂમિ દ્વારકાનાં કલ્યાણપુર તાલુકાના નગડીયા ગામના ૨૭ વર્ષીય ખેતમજૂરે પાક નિષ્ફળ જવાની ભીતીએ આત્મહત્યા કરી લીધી છે. આ તાલૂકાના ખેડૂતો પાક નિષ્ફળ જવાથી આર્થિક મૂંઝવણ અનુભવી રહ્યા છે. ત્યારે ખાસ કરીને ખેડૂતોમાં મુખ્ય આધાર ખેતી હોય પાક નિષ્ફળ જવાથી ચિંતા ફરી વળી છે, તેવામાં દેવભૂમિ દ્વારકાનાં આ ખેત મજુરે આત્મહત્યાનું પગલું ભર્યુ હોવાનો બનાવ સામે આવતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે,
દેવભૂમિ દ્વારકાનાં કલ્યાણપુર તાલુકાના નગડીયા ગામના ૨૭ વર્ષીય ખેતમજૂરે પાક નિષ્ફળ જવાની ભીતીએ આત્મહત્યા કરી લીધી છે. આ ખેતમજૂરને પરિવારના ભરણપોષણની જવાબદારીની ચિંતા તેમને સતાવવા લાગી હતી, તેમણે ૬૦ વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કર્યુ હતું. પરંતુ સમગ્ર વાવેતર નિષ્ફળ ગયુ હતું. પાક નિષ્ફળ જતા ખેડૂતે આત્મહત્યાનો રસ્તો અપનાવ્યો હતો.
આમ નગડીયા ગામના આ ખેત મજુરના આપઘાત પાછળ ૬૦ વીઘા જમીનમાં વાવેલી મગફળીનો પાક નિષ્ફળ જતા આ પગલું ભર્યુ છે. સ્થાનિક પોલીસ આ મામલામાં વધુ તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



