એલઆઇસીએ આઈડીબીઆઈ બેન્કમાં ૫૧ ટકા કન્ટ્રોલિંગ હિસ્સો ખરીદ્યો

0
13

ન્યુ દિલ્હી,તા.૨૧
કેન્દ્ર સરકાર હસ્તકની જીવન વીમા નિગમ (લાઈફ ઈન્શ્યુરન્સ કોર્પોરેશન) કંપનીએ આઈડીબીઆઈ બેન્કમાં ૫૧ ટકાનો કન્ટ્રોલિંગ હિસ્સો હસ્તગત કરવાની પ્રક્રિયા પૂરી કરી લીધી છે. આ સાથે જ આ બેન્કમાં એલઆઈસી સૌથી મોટી શેરહોલ્ડર બની ગઈ છે. હિસ્સો હસ્તગત કરવાની પ્રક્રિયા પૂરી થયાની જાણકારી આઈડીબીઆઈ બેન્કે મુંબઈ શેરબજાર (BSE)ને આપી છે.
આઈડીબીઆઈના સંદેશામાં જણાવાયું છે કે આ સોદો ૨૦૧૮ના જૂનમાં નક્કી કરાયો હતો. એનાથી આઈડીબીઆઈ બેન્ક તથા એલઆઈસી, બંનેને ફાયદો થયો છે. આઈડીબીઆઈ બેન્કમાં પ્રમોટર તરીકે એલઆઈસી હિસ્સો ખરીદે એ પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટે ગયા વર્ષના ઓગસ્ટ મહિનામાં મંજૂરી આપી હતી.
આઈડીબીઆઈ બેન્કમાં મેજારિટી હિસ્સો ખરીદીને બેન્કિંગ સેક્ટરમાં ઝંપલાવવાનો એલઆઈસીનો ઉદ્દેશ્ય છે.
આઈડીબીઆઈ બેન્કને આ સોદાથી ફાયદો થશે, કારણ કે એણે ૨૦૧૮-૧૯ના સપ્ટેંબર ક્વાર્રટરમાં રૂ. ૩,૬૦૨.૪૯ કરોડની ચોખ્ખી ખોટ નોંધાવી હતી. એની નોન-પર્ફોર્મિંગ એસેટ્‌સનો આંકડો વધીને ૩૧.૭૮ ટકા એટલે કે રૂ. ૬૦,૮૭૫.૪૯ કરોડ થયો હતો.
આઈડીબીઆઈ બેન્કના આશરે દોઢ કરોડ રીટેલ ગ્રાહકો છે અને આશરે ૧૮,૦૦૦ કર્મચારીઓ છે. આ સોદા દ્વારા એલઆઈસીએ વ્યૂહાત્મક મૂડીરોકાણ કર્યું છે. દેશભરમાં આઈડીબીઆઈની ૮૦૦થી વધુ શાખાઓ છે. હવે આ શાખાઓનો ઉપયોગ એલઆઈસીની પોલિસીઓ વેચવા માટે કરી શકાશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY