ગણદેવીના દેવધા ટાઇડલ ડેમના ૨૦ દરવાજા ખોલાતા અંબિકા નદી બેકાંઠે

0
23
ભારે વરસાદની આગાહી વચ્ચે સાવચેતીના પગલા રૃપે
– ગણદેવીમાં બે દિવસમાં ૬.૫ ઇંચ વરસાદ
૪૦ પૈકી ઉપરના ૨૦ દરવાજા ખોલાયા : આદિવાસીઓ માછલી પકડવામાં મશગુલ થયા

ગણદેવીનાં દેવધા ટાઇડલ ડેમના ૨૦ દરવાજા આજે સાવચેતીનાં પગલા રૃપે ખોલવામાં આવતા લોકમાતા અંબિકા બંને કાંઠેવહેતી થઇ હતી. ડેમ છલકાવાની તૈયારીમાં હોવા સાથે આગામી ૭૨ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીનાંપગલે ૨૫૦૦ લાખ લીટર પાણી છોડાયું છે. જૂન મહિનો પુરો થવા સાથે ગણદેવી તાલુકામાં માત્ર ૬ ઇંચવરસાદ જ વરસ્યો હતો. લોકો આતુરતાપૂર્વક વરસાદની રાહ જોતા હતા. જુલાઇનો પ્રારંભ થવાની સાથે છેલ્લા બે દિવસથી મેઘરાજા મન મુકીને વરસતા ખેડૂતો સહિત લોકોમાં આનંદની લાગણી છવાઇ છે. માત્ર બે દિવસમાં ગણદેવી તાલુકામાં ૬.૫ ઇંચ વરસાદ વરસતા ઠેર-ઠેર પાણી-પાણી થયું હતું. જેનાં પગલે ૪.૭૮ એમ.ક્યુ.એમ. (મીલીયન ક્યુબીક મીટર) પાણી સંગ્રહની કેપેસીટી ધરાવતો દેવધા ટાઇડલ ડેમ છલકાવાની તૈયારીમાં આવી ગયો હતો. દરમિયાન રાજ્ય સરકારનાં હવામાન વિભાગ દ્વારા આગામી ૭૨ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં ઉપરવાસ આહવા-ડાંગ વિસ્તારમાં છુટોછવાયો વરસાદ છે. જો ઉપરવાસમાં ભારે વરસાદ પડે તો અંબિકા નદીમાં પૂર આવે એમ ડેમના પાણીનો સંગ્રહનો સરવાળો થતાં દેવધા ડેમ નજીક આવેલા કલીયારી, તોરણગામ, ગણદેવી, તલીયારા, દેવધા, કછોલી, ધમડાછા અને સોનવાડી જેવા ડૂબાણ વિસ્તારનાં ગામોમાં પૂરનાં પાણી ફરી વળે અને ખાનાખરાબી સર્જાય. આથી સાવચેતીનાં ભાગરૃપે ગણદેવી ડ્રેનેજ વિભાગ દ્વારા આજે દેવધા ટાઇડલ ડેમના કુલ ૪૦ દરવાજા પૈકી ઉપરનાં ૨૦ દરવાજાને જે.સી.બી. મશીનથી ઉંચકીને ખોલી દેવાયા હતા. ૧ મીટરનો એક એવા ૨૦ દરવાજા ખુલવા સાથે પાણીના ધોધ અંબિકા નદીમાં ઠલવાતાં જ અંબિકા બંને કાંઠે વહેતી થઇ હતી. ૬૪૫૦ લાખ લીટર પાણીના જથ્થા પૈકી ૨૫૦૦ લાખ લીટર પાણી છોડાયું દેવધા ટાઇડલ ડેમ એ ગણદેવી તાલુકાની જીવાદોરી ગણાય છે. ૧૮-૨૦ કિલોમીટરનો કેચમેન્ટ વિસ્તાર ધરાવતા આ ડેમમાં કુલ ૬૪૫૦ લાખ લીટર પાણીનો જથ્થો સંગ્રહિત હતો. જે પૈકી આજે ૨૦ દરવાજા ખોલતા- ૨૫૦૦ લાખ લીટર પાણી નદીમાં વહી ગયું હતું. અને હાલ ૩૯૫૦ લાખ લીટર પાણી ડેમમાં જમા છે. ડેમના દરવાજા ખુલવા સાથે આજુબાજુ વિસ્તારનાં આદિવાસીઓ મચ્છી પકડવામાં મશઘુલ થયા હતા અને મબલખ મચ્છી પકડાતા રાજીના રેડ થયા હતા. ગણદેવી તાલુકામાં મોસમનો સરેરાશ વરસાદ- ૨૬૯ મી.મી. (૧૨.૫ ઇંચ) અત્યાર સુધી નોંધાયો છે. જે પૈકી છેલ્લા બે દિવસમાં ૧૬૫ મી.મી. (૬.૫ ઇંચ) વરસાદ ઝીંકાયો છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY